નવરાત્રિ માટે તાપસી પન્નુ અમદાવાદ જશે

13 October, 2021 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તે અમદાવાદ જવાની છે. તે ત્યાં જઈને ગરબા પણ રમશે. તેની ઇચ્છા ગુજરાતી ફૂડ ખાવાની છે આથી તે ત્યાં જઈને ભોજનની મજા પણ માણી શકે એમ છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુ બહુ જલદી અમદાવાદ જવાની છે. તે ત્યાં જઈને નવરાત્રિ સેલિબ્રેટ કરશે. તેની ફિલ્મ ‘રશ્મિ રૉકેટ’ પંદર ઑક્ટોબરે ઝી5 પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તે અમદાવાદ જવાની છે. તે ત્યાં જઈને ગરબા પણ રમશે. તેની ઇચ્છા ગુજરાતી ફૂડ ખાવાની છે આથી તે ત્યાં જઈને ભોજનની મજા પણ માણી શકે એમ છે. તેની ફિલ્મનું ગીત ‘ઘની કૂલ છોરી’ હાલમાં જ રિલીઝ થયું છે જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. તે આ ગીત પર પણ ડાન્સ કરે તો નવાઈ નહીં. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.

bollywood news bollywood bollywood gossips entertainment news taapsee pannu