હું હજી પ્રેગ્નન્ટ નથી થઈ : તાપસી પન્નુ

19 July, 2023 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસીએ હાલમાં સોશ્યલ મીડિયા પર એક આસ્ક મી સેશન રાખ્યું હતું. આ સેશનમાં તેના ચાહકો દ્વારા તેને ઘણા પર્સનલ અને પ્રોફેશનલ સવાલ પૂછવામાં આવ્યા હતા.

તાપસી પન્નુ

તાપસી પન્નુએ કહ્યું કે તેનાં લગ્નને હજી વાર છે. તાપસીએ હાલમાં સોશ્યલ મીડિયા પર એક આસ્ક મી સેશન રાખ્યું હતું. આ સેશનમાં તેના ચાહકો દ્વારા તેને ઘણા પર્સનલ અને પ્રોફેશનલ સવાલ પૂછવામાં આવ્યા હતા. એક ફૅને તેને લગ્નને લઈને સવાલ પૂછ્યો હતો. તાપસીએ અગાઉ કૉમેડિયન અભિષ મૅથ્યુના શોમાં કહ્યું હતું કે હું બૅડ્મિન્ટન પ્લેયપર મૅથિયાસ બોને ડેટ કરી રહી છું. તેણે હજી સુધી લગ્ન વિશે કંઈ વિચાર્યું નથી તેમ જ તેણે એમ પણ કહ્યું કે મને ચાર-પાંચ​ દિવસ લગ્ન ચાલે એવું નથી જોઈતું. લગ્ન વિશે પૂછતાં તાપસીએ મસ્તીના મૂડમાં કહ્યું કે ‘હું ક્યારે લગ્ન કરીશ? હું હજી પ્રેગ્નન્ટ નથી થઈ. નજીકના ભવિષ્યમાં લગ્ન કરું એવાં પણ એંધાણ નથી. હું કરીશ ત્યારે તમને જણાવીશ.’

taapsee pannu bollywood news bollywood gossips bollywood events bollywood entertainment news