‘બ્લર’નું શૂટિંગ પૂરું કર્યું તાપસીએ

01 September, 2021 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે મધરાતે શૂટિંગ શરૂ કરતા અને વહેલી સવાર સુધી શૂટિંગ કરતા હતા. જોકે અમારા દરેક માટે આ અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. ફિલ્મમાં બ્યુટી અને મિસ્ટરી માટે નૈનીતાલે ખૂબ જ મહત્ત્વનો પાર્ટ ભજવ્યો છે.

‘બ્લર’નું શૂટિંગ પૂરું કર્યું તાપસીએ

તાપસી પન્નુએ તેની ‘બ્લર’નું શૂટિંગ પૂરું કર્યું છે. ઝી સ્ટુડિયો, ઇશેલોન પ્રોડક્શન્સ અને તાપસીની આઉટસાઇડર ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે જેને ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવશે. તેના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ ‘બ્લર’ છે. અજય બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તાપસીની સાથે ગુલશન દેવૈયા પણ છે. આ એક સાઇકોલૉજિકલ થ્રિલર છે જેનું શૂટિંગ નૈનીતાલમાં કરવામાં આવ્યું છે. આ વિશે અજય બહલે કહ્યું હતું કે ‘નૈનીતાલ લેક, મૉલ રોડ અને અન્ય ટૂરિસ્ટ સ્પૉટ જેવાં રિયલ લોકેશન પર શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે ત્યાં ઘણા લોકો હોય છે. અમે મધરાતે શૂટિંગ શરૂ કરતા અને વહેલી સવાર સુધી શૂટિંગ કરતા હતા. જોકે અમારા દરેક માટે આ અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. ફિલ્મમાં બ્યુટી અને મિસ્ટરી માટે નૈનીતાલે ખૂબ જ મહત્ત્વનો પાર્ટ ભજવ્યો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news taapsee pannu