‘બ્લર’ના સેટ પર બર્થ-ડે સેલિબ્રેટ કર્યો તાપસીએ

02 August, 2021 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહાડોથી છવાયેલા કુદરતી સૌંદર્યનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘ગયું અઠવાડિયું થોડું અઘરું, અટપટું અને કસોટીવાળું હતું.

તાપસી પન્નૂ

તાપસી પન્નુએ ‘બ્લર’ના સેટ પર ગઈ કાલે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. એનો ફોટો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે એમાં તે ઍક્ટિંગ પણ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં નૈનિતાલમાં ચાલી રહ્યું છે. પહાડોથી છવાયેલા કુદરતી સૌંદર્યનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘ગયું અઠવાડિયું થોડું અઘરું, અટપટું અને કસોટીવાળું હતું. જોકે આ ઊગતા સૂર્ય અને નવા વર્ષની સાથે હું ફરીથી મારી સ્ટ્રેંગ્થ એકઠી કરી રહી છું. આગામી વર્ષ મારા માટે શું લઈને આવશે એ જાણવા માટે ઉત્સુક છું. ઉઠો તો ઐસે ઉઠો ફક્ર હો બુલંદી કો, ઝુકો તો ઐસે ઝુકો બંદગી ભી નાઝ કરે.’

bollywood news bollywood entertainment news taapsee pannu bollywood gossips