Narasimha ફિલ્મ માટે અમિતાભને મળવા માટે ચિંરજીવીએ જયા બચ્ચનની મદદ લીધી

03 October, 2019 07:00 PM IST  |  મુંબઈ ડેસ્ક

Narasimha ફિલ્મ માટે અમિતાભને મળવા માટે ચિંરજીવીએ જયા બચ્ચનની મદદ લીધી

અમિતાભ સાથે ચિરંજીવી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ચિરંજીવી બે લોકપ્રિય કલાકારોની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી'માં સ્ક્રીન શૅર કરતાં જોવામાં આવ્યા છે. તાજેતરમાં જ ચિરંજીવીએ એ વાતનો ખુલાસો કર્યો કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને લાવવા માટે તેમણે કઇ રીતે જયા બચ્ચનની મદદ લીધી અને તેમને કહ્યું કે અમિતાભ બચ્ચન સુધી પહોંચવામાં તેમની મદદ કરે જેથી અમિતાભ બચ્ચનને મેગ્નમ ઓપસ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી'માં કાસ્ટ કરે.

ઝૂમ ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ચિરંજીવીએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું કે જ્યારે ફિલ્મના નિર્દેશકે તેમને સીધો અમિતાભ બચ્ચનને ફોન કરીને પૂછવા માટે કહ્યું કે તે ગુરુની ભૂમિકા ભજવવા માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પૂછે. નિર્દેશકની વાત સાંભળીને ચિરંજીવી ગભરાઇ ગયા.

ચિરંજીવીએ આની સાથે જોડાયેલી આખી ઘટના સંભળાવી તો કેવી રીતે તેમણે જયા બચ્ચન પાસેથી ગભરાતાં ગભરાતાં રજામંદી લીધી અને આખરે બિગબીને ફિલ્મમાં કાસ્ટ કરી શક્યા. ચિરંજીવીએ નિર્દેશકની વાત સાંભળની તેમને કહ્યું, "ના, હું આનો ફાયદો નહીં ઉઠાવી શકું. તે મારા ગુરુ જેવા છે. તેથી હું તેમને ફક્ત પૂછી શકું છું. મેં કહ્યું હું પ્રયત્ન કરીશ. મને નથી ખબર કે આ પાંચ દિવસનું કામ સ્વીકારશે કે નહીં પણ તે જે પણ કહે, હું પ્રયત્ન કરીશ."

ચિરંજીવી આગળ જણાવે છે, "રાજ્યસભામાં હું અને જયા બચ્ચન સાંસદ હતા. તેથી મેં તેમને કહ્યું કે હું બિગબી સાથે વાત કરવા માગું છું, તેમણે કહ્યું કે તમે વાત કરી શકો છો. મેં કહ્યું નહીં આ ખૂબ જ શરમજનક સ્થિતિ છે. તો શું તમે તેમને જણાવી શકો છો. તેના પર જયા બચ્ચને કહ્યું કે, તમે તેમને એસએમએસ કરો, તે રિપ્લાઇ અવશ્ય કરશે."

ચિરંજીવીએ આગળ કહ્યું, "તેના પછી મેં તરત જ તેમને એસએમએસ કર્યો અને તેમનો જવાબ આવ્યો. તેમણે પૂછ્યું કે શું મામલો છે? મેં કહ્યું કે આ ફિલ્મનું કેરેક્ટર છે અને માત્ર 5 દિવસનું કામ છે. તેના પછી તરત તેમણે મને પૂછ્યું કે કેવા પ્રકારનું કેરેક્ટર છે અને તેમણે કહ્યું કે તે આ કરી રહ્યા છે. તેમણે મને પૂછ્યું કે, તમે માનો છો કે હું આ પાત્ર માટે ઉપયોગી નીવડીશ? મેં કહ્યું હા સર, હું તમારા સિવાય અન્ય કોઇની કલ્પના નથી કરી શકતો. ત્યારે તેમણે કહ્યું કે હું આ ફિલ્મ કરી રહ્યો છું."

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

ફિલ્મ સઇ રા નરસિમ્હા રેડ્ડીમાં ચિરંજીવીને કુરનૂલ સ્થિત સ્વતંત્રતા સેનાનીના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે. જેણે બ્રિટિશ શાસન વિરુદ્ધ પહેલા વિદ્રોહનું નેતૃત્વ કર્યું અને અમિતાભે તેમના ગુરુ ગોસાઈ વેંકન્નાની ભૂમિકા ભજવી છે.

chiranjeevi amitabh bachchan bollywood bollywood news bollywood gossips