આયુષ્માનની આર્ટિકલ 15 પર સ્વરા ભાસ્કરનો રિવ્યૂ, કહ્યું મસ્ટ વૉચ મૂવી

27 June, 2019 06:28 PM IST  | 

આયુષ્માનની આર્ટિકલ 15 પર સ્વરા ભાસ્કરનો રિવ્યૂ, કહ્યું મસ્ટ વૉચ મૂવી

આયુષ્માનની આર્ટીકલ 15 પર સ્વરા ભાસ્કરનો રિવ્યૂ

આયુષ્માન એવા સિલેક્ટેડ એક્ટર્સમાંથી છે જે હમેશા તેમના ફેન્સ માટે કઈક અલગ લઈને આવતા રહે છે. વિક્કી ડોનર, દમ લગાકે હઈશા, શુભ મંગલ સાવધાન દેવી ફિલ્મો પછી આયુષ્માન ખુરાના વધુ એક દમદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે. દેશમાં જાતિય ભેદભાવ પર આધારિત ફિલ્મ 'આર્ટિકલ 15' રિલીઝ પહેલા જ ચર્ચાઓમાં સામેલ છે.

ફિલ્મની રિલીઝને લઈને ચાલી રહેલા વિરોધ પછી ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિક્કી કૌશલ અને સ્વરા ભાસ્કરે જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મ જોયા પછી સ્ટાર્સ ફિલ્મની સ્ટોરી અને કેરેક્ટર્સની એક્ટિંગના દિવાના થઈ ગયા છે. સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું હતું અને દર્શકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી. તેમણે તેમના ટ્વીટમાં ફિલ્મની સ્ટોરી અને બધા એક્ટર્સના વખાણ કર્યા હતા.

સ્વરા ભાસ્કરે ટ્વીટમાં મોહમ્મદ જી શાન અય્યુબને લઈને કહ્યું હતું કે, ભલે તેમનો રોલ નાનો છે પરંતુ ફિલ્મમાં તેમની હાજરી દમદાર છે. સ્વરા ભાસ્કર સાથે તાપ્સી પન્નૂએ પણ 'આર્ટિકલ 15'ના વખાણ કર્યા હતા. તાપસી પન્નૂએ ફિલ્મમાં પરફોર્મન્સને લઈને વખાણ કર્યા હચા. 'આર્ટિકલ 15'માં સમાજમાં ચાલી રહેલા ઉચ-નીચ, જાત-પાતના ભેદભાવને દર્શાવવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મમાં યૌન શોષણની સ્ટોરી પણ દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: અર્જૂન કપૂરઃ એક સમયે આવા ગોળમટોળ લાગતો હતો, જુઓ અનસીન ફોટોઝ

'આર્ટિકલ 15'ની રિલીઝને લઈને ઘણા સવાલો હતા. ફિલ્મના ટ્રેલર રિલીઝ થવા પર પણ આપત્તિ દર્શાવવામાં આવી હતી. ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હાએ ટ્રેલરમાં લોકોને ખેદ પહોચવા માટે લોકોને ખુલ્લો પત્ર લખીને માફી માગી હતી. ફિલ્મમાં ભારતના સંવિધાનના સેક્સન 15 વિશે વાત કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલર પર કરણી સેનાએ પોતાની આપત્તિ દર્શાવી હતી અને કહ્યું હતું કે ટ્રેલર બ્રાહ્મણ વિરોધી છે. ફિલ્મ 'આર્ટિકલ 15' 28 જૂનથી સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરાવશે.

bollywood gossips gujarati mid-day ayushmann khurrana