‘આર્યા’ને પોતાની મહેનતનું ફળ ગણાવે છે સુસ્મિતા સેન

20 November, 2021 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગતું હતું કે મેં અથાક મહેનત કરી છે એથી યુનિવર્સે મને કંઈક તો ફળ આપવું જ જોઈએ. એથી મને લાગે છે કે ‘આર્યા’ એ મારા માટે ફળ છે, જે પ્રોફેશનલ સ્તરે યોગ્ય સમયે મને મળ્યું છે

સુષ્મિતા સેન

સુસ્મિતા સેનનું કહેવું છે કે વેબ-સિરીઝ ‘આર્યા’ એ મારી મહેનતનું ફળ છે. આ સિરીઝને ઇન્ટરનૅશનલ એમ્મી અવૉર્ડમાં નૉમિનેશન મળ્યું છે. આ શોની બીજી સીઝન પણ જલદી જ ડિઝની+હૉટસ્ટાર પર આવવાની છે. આર્યા પોતાના પરિવારની સુરક્ષા માટે હંમેશાં ખડેપગે હોય છે. ‘આર્યા’ને લઈને સુસ્મિતાએ કહ્યું હતું કે ‘‘આર્યા’ પહેલાં મને લાગતું હતું કે હું એક એવા પ્રકારની ઍક્ટર છું કે વ્યક્તિગત રૂપે મેં ઘણું બધું વેઠ્યું છે. છેલ્લાં પાંચ વર્ષ પણ મારા માટે ખૂબ કપરાં રહ્યાં હતાં. મને લાગતું હતું કે મેં અથાક મહેનત કરી છે એથી યુનિવર્સે મને કંઈક તો ફળ આપવું જ જોઈએ. એથી મને લાગે છે કે ‘આર્યા’ એ મારા માટે ફળ છે, જે પ્રોફેશનલ સ્તરે યોગ્ય સમયે મને મળ્યું છે. ‘આર્યા’નું પાત્ર ભજવવું એ યોગ્ય અને સફળ અનુભવ હતો. પરિવાર અન્ડરવર્લ્ડ અને ડ્રગ-માફિયા સાથે સંકળાયેલો હોવા છતાં એક મા અને મહિલાનો તેના પરિવારને જોડી રાખવાનો જે પ્રયાસ છે એ અતુલનીય છે. મને લાગે છે કે ‘આર્યા’એ અનેક રીતે મારું જીવન બદલી નાખ્યું છે. એક ઍક્ટર તરીકે આ સિરીઝમાં જોડાવું મારા માટે ઉત્સાહી હતું. એક સારા ઉદ્દેશ સાથે મારું જીવન બદલી નાખનાર આ સિરીઝમાં કામ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news sushmita sen