સુશાંત સિંહ રાજપૂત સાથે બેન્ગકોક ટ્રિપ પર સારા અલી ખાન પણ હતી

29 August, 2020 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત સાથે બેન્ગકોક ટ્રિપ પર સારા અલી ખાન પણ હતી

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનના લગભગ અઢી મહિના બાદ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ સૌપ્રથમ વાર મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. અભિનેતાના પિતા કે.કે.સિંહે લગાડેલા તમામ આક્ષેપોને ખોટા છે એમ કહેવાની સાથે સુશાંત સિંહ રાજપૂતની લાઈફ સ્ટાયલ અંગે તેમજ 17 કરોડ રૂપિયાની હેરાફેરી, યુરોપ ટ્રિપ અને બેન્ગકોક ટ્રિપ અંગે કેટલાંક ખુલાસા કર્યા છે. રિયાએ કહ્યું હતું કે, બેન્ગકોકની ટ્રિપમાં સુશાંત સાત લોકો સાથે ગયો હતો અને 70 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. રિયાના આક્ષેપ બાદ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે સુશાંત સાથે બેન્ગકોકની ટ્રિપ પર કોણ ગયું હતું. ત્યારે અભિનેતાના એક્સ અસિસટન્ટ સાબિર અહમદે ખુલાસો કર્યો છે કે, આ ટ્રિપમાં સુશાંતની સાથે અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હતી.

ઈન્ડિયા ટૂડે સાથેની વાતચીતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એક્સ અસિસટન્ટ સાબિર અહમદે ખુલાસો કર્યો છે કે, આ ટ્રિપમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. તે સિવાય અન્ય મિત્રોના નામનો પણ ખુલાસો કર્યો છે. સાબિર અહમદે કહ્યું હતું કે, બેન્ગકોક ટ્રિપ પર સાત લોકો હતાં. સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન, સિદ્ધાર્થ ગુપ્તા, કુશલ ઝવેરી, અબ્બાસ, સુશાંતનાં બોડીગાર્ડ મુસ્તાક અને પોતે સાબિર અહમદ. તે ઘણી જ લક્ઝુરિયસ ટ્રિપ હતી. ડિસેમ્બર 2018માં તમામ લોકો બેન્ગકોકની ટ્રિપમાં એક પ્રાઇવેટ જેટથી ગયા હતાં. તે ત્રણ દિવસ માટે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન સાથે હોટલમાં હતાં. પહેલાં દિવસે બધા જ લોકો બિચ પર ગયા હતાં. જે બાદ બાકી તમામ લોકો બેન્ગકોક ફરવા ગયા હતાં જ્યારે સારા અને સુશાંત હોટલમાં જ રહ્યાં હતાં.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતનું દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સન્માન

સાબિર અહમદે આપેલી માહિતી પ્રમાણે, બધા જ લોકો બેન્ગકોકની આઈલેન્ડ હોટલમાં રોકાયા હતાં. પરંતુ સુનામીને કારણે આ ટ્રિપ વચ્ચે જ રોકવી પડી હતી. તમામ લોકોએ પરત આવવાનો નિર્ણય કર્યો હતો પણ સાબિરને અને મુસ્તાકને એક મહિના માટે બેન્ગકોકમાં જ રોકાવું પડ્યું હતું. કારણ કે પાછા આવવા માટે ફ્લાઇટની ટિકિટ મળી નહોતી રહી. એક મહિના સુધી બન્ને જણનો ખર્ચ અભિનેતાએ ઉપાડયો હતો. જરૂર પડે ત્યારે અભિનેતાનો મિત્ર સેમ્યુલ હોકિપ તેમને પૈસા પણ મોકલાવતો હતો. પછી જ્યારે એક મહિના બાદ સાબિર અને મુસ્તાક પાછા આવ્યા ત્યારે તેમને એરપોર્ટ પર લેવા સેમ્યુલ જ આવ્યો હતો.

મિડ-ડે સાથેની વાતચીતમાં અભિનેતાના મિત્ર સેમ્યુલ હોકિપે કહ્યું હતું કે, બેન્ગકોક ટ્રિપમાં તે પણ સાથે જવાનો હતો. પરંતુ અંગત કારણોસર જઈ નહોતો શક્યો.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty sara ali khan bangkok