સુશાંત સિંહ રાજપૂત કેસ: CBI હવે સાઈકોલોજિકલ ઓટોપ્સી કરશે

25 August, 2020 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત કેસ: CBI હવે સાઈકોલોજિકલ ઓટોપ્સી કરશે

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી હતી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યાના કેસની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. આ કેસની તપાસમાં કંઈ જ બાકી ન રહી જાય અને સત્ય દુનિયાની સામે આવે તે માટે CBI બહુ જ બારીકાઈથી તપાસ કરી રહી છે. હવે ટીમ સાઈકોલોજિકલ ઓટોપ્સી પણ કરશે. આ કામ એજન્સી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ની ટીમ કરશે. આ હેઠળ અભિનેતાની તમામ સોશ્યલ મીડિયા પોસ્ટનો અભ્યાસ કરીને અંતિમ સમયે તેના મનને તથા તેના મનોભાવને વાંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

સાઈકોલોજિકલ ઓટોપ્સી દરમિયાન તપાસ ટીમ અબિનેતા સુશાંત સિંહ રાજપૂતની સોશ્યલ મીડિયા એક્ટિવિટી ઉપરાંત તેની ડાયરીમાં લખવામાં આવેલી નોટ્સનો પણ અભ્યાસ કરશે. સુશાંતના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટથી લઈ વ્હોટ્સએપ ચેટ તથા પરિવાર, મિત્રો અને અન્ય લોકો સાથે કરેલી વાતચીત પણ સામેલ છે. આ તમામ બાબતોથી સુશાંતના જીવનની દરેક બાબતોનો એકદમ બારીકાઈથી વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે. સાઈકોલોજિકલ ઓટોપ્સી દરમિયાન CBI સુશાંતના મૂડમાં થતાં ફેરફારો, વ્યવહારની પેટર્ન તથા વ્યક્તિગત ઓળખ સાથે જોડાયેલી તમામ બાબતો જાણવાનો પ્રયાસ કરશે. આ તમામ બાબતોથી અંતિમ સમયમાં સુશાંતની માનસિક સ્થિતિનું એક સમગ્ર ચિત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

નિષ્ણાતોનું માનવું છે કે, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સત્ય સામે લાવવા માટે આ પ્રકારની સાઈકોલોજિકલ ઓટોપ્સી બહુ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેમના મતે, આ એક રીત એક્ટરના મગજનું પોસ્ટમોર્ટમ કરવા જેવું છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુતની બહેનને લગ્નમાં ધ્રુસકે ધ્રસુકે રડતા ભાઈની યાદ આવી 

તમને જણાવી દઈએ કે, હાઈપ્રોફાઈલ કેસમાં આ ત્રીજીવાર એવું બનશે કે CFSLની ટીમ સાઈકોલોજિકલ ઓટોપ્સી કરશે. આ પહેલા સુનંદા પુષ્કર તથા બુરાડી પરિવાર આત્મહત્યા કેસમાં આ પ્રકારની તપાસ કરવામાં આવી હતી.

entertainment news bollywood bollywood news sushant singh rajput central bureau of investigation