સુશાંત સિંહ રાજપૂતનું ફેસબૂક અકાઉન્ટ એક્ટિવ થતા ફેન્સ થયા ભાવુક, કહ્યું આ...

21 August, 2021 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ સુશાંત સિંહના ફેસબુક પેજ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલાયો છે. ચાહકો પોતાના પ્રિય અભિનેતાને મિસ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે વિશ્વને અલવિદા કહી દીધું છે. સુશાંતના ચાહકોને તેના આ રીતે જવા પર વિશ્વાસ નથી થઈ રહ્યો, ચાહકો પોતોના ફેવરિટ એક્ટરને ભૂલી શક્યા નથી. છેલ્લા અમુક દિવસોમાં એવું થયું કે ચાહકો ચોંકી ઉઠ્યા. તાજેતરમાં જ સુશાંત સિંહના ફેસબુક પેજ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલાયો છે. ચાહકો પોતાના પ્રિય અભિનેતાને મિસ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતની ટીમે તેમની ફેસબૂક પ્રૉફાઇલ અપડેટ કરી હતી. જેને જોઈને ચાહકો ચોંકી ગયા હતા. સુશાંતની તસવીર જોઇને તેમના ચાહકો ઇમોશનલ થઈ ગયા અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવા લાગ્યા.

ચાહકો થયા ઇમોશનલ
એક ચાહકે લખ્યું, એક સેકેન્ડ માટે મને લાગ્યું કે તું પાછો આવી ગયો છે. તો અન્ય યૂઝરે લખ્યું, કાશ તું જીવતો હોત અને પોતાની ડીપી જાતે બદલી હોત. ચાહકો આના પર રિએક્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે અમે તને ખૂબ જ યાદ કરી રહ્યા છીએ સુશ. એક યૂઝરે સ્ક્રીનશૉર્ટ શૅર કરતા લખ્યું, સુશાંત 2 દિવસ પહેલા પોતાના પેજ પર એક્ટિવ હતો. આ કદાચ તેમની સોશિયલ મીડિયા ટીમ દ્વારા, લેજેન્ડ હંમેશાં જીવે છે.

ટીમ સંભાળી રહી છે સોશિયલ મીડિયા પેજ
14 જૂનના સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ, તેમની ટીમે એક વેબસાઇટ વિશે જાહેરાક કરવા માટે તેમના સોશિયલ મીડિયા પેજને સંભાળ્યો જે અભિનેતાને સમર્પિત હશે. 16 જૂનના દિવંગત અભિનેતાની ટીમે ફેસબૂક પર શૅર કર્યું, "તે દૂર છે પણ હજીએ આપણી સાથે જીવે છે."

તમારા જેવા ચાહકો સુશાંત માટે રિયલ `ગૉડફાધર` હતા. જેમ કેમ તેમણે વાયદો કર્યો હતો. આ સ્થળને પોતાના બધા વિચારો, શિક્ષાઓ, સપનાઓ અને ઇચ્છાઓના સંગ્રહમાં પરિવર્તિત કરતા, તે હંમેશા ઇચ્છતો હતો કે લોકો જાણે. હા, અમે બધા પૉઝિટીવ એનર્જીનું સંકલન કરી રહ્યા છે. તેમણે આ વિશ્વમાં પાછળ છોડ્યું છે.

bollywood news bollywood bollywood gossips entertainment news sushant singh rajput