SSR કેસ: NCBએ ડ્રગ્સ પેડલર જૈદ વિલાત્રાની ધરપકડ કરી

03 September, 2020 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: NCBએ ડ્રગ્સ પેડલર જૈદ વિલાત્રાની ધરપકડ કરી

જૈદ વિલાત્રાને ઓફિસમાં લઈ જતી NCBની ટીમ (તસવીર સૌજન્ય: એએનઆઈ)

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI), નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિત પાંચ એજન્સી કરી રહી છે. એક્શનમાં આવેલી NCBએ મોટી કાર્યવાહી કરી છે અને આ કેસમાં પહેલી ધરપકડ કરી છે. ટીમે સુશાંત કેસ સાથે જોડાયેલ મોટા ડ્રગ્સ પેડલર જૈદ વિલાત્રાની ધરપકડ કરી છે. જૈદની સાથે અબ્દુલ બાસિતને પરિહારને પણ ઝડપ્યો છે.

ડ્રગ્સને લે-વેચ કરવામાં જૈદની સાથે સાથે અબ્દુલ બાસિતનુ સીધુ કનેક્શન રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે હોવાનું સામે આવ્યું છે. આજે બન્ને ડ્રગ્સ પેડલરને કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટ જૈદને સાત દિવસની NCBની કસ્ટડીમાં મોકલી દીધો છે. કસ્ટડીનો આદેશ મળ્યા બાદ NCB જૈદની કડકાઇથી પુછપરછ કરી શકશે.

17 માર્ચ 2020ની એક વૉટ્સએપ ચેટમાં બાસિત અને શૌવિક ડ્રગ્સને લઈને વાત કરી રહ્યાં હતાં, NCBની ટીમ શૌવિક ચક્રવર્તીને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી NCBને કેટલીક સનસનીખેજ જાણકારીઓ મળી છે. NCBએ ડ્રગ્સ કેસમાં કેટલાક લોકોને ઝડપ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રગ રેકેટમાં શામેલ લોકો કોડવર્ડ, સ્લેંગ વર્ડ્સનો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો: SSR કેસ: અભિનેતાના પિતાએ જૂનમાં કહ્યું હતું કે તે નિરાશામાં આવીને આત્મહત્યા કરી શકે

એક ચેનલને જૈદ વિલાત્રાના પિતાએ આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, NCBની ટીમ તેમના ઘરે આવી હતી અને આખા ઘરની તપાસ કરી હતી. જૈદની ગાડીની પણ તપાસ કરી હતી. પણ તપાસમાં ડ્રગ નહોતું મળ્યું. તેમજ તેમણે કહ્યું હતું કે, જૈદ વિલાત્રા કિચન ચલાવે છે.

entertainment news bollywood bollywood news sushant singh rajput anti-narcotics cell