સુશાંતના ગળા પર 33 સેમી ઉંડા નિશાન હતા, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો

22 August, 2020 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતના ગળા પર 33 સેમી ઉંડા નિશાન હતા, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો

14 જૂને સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને લઈ જઈ રહેલી પોલીસ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા બાદ દરરોજ કોઈક નવી બાબત સામે આવી રહી અને સાથે જ નવા ખુલાસ થઈ રહ્યાં છે. તાજેતરમાં જ અભિનેતાનો ઓટોપ્સી રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતના ગળા પર 33 સેમી ઉંડા નિશાન હતા . સાથે જ અભિનેતાના પિતા કે.કે. સિંહના વકીલ વાકસ સિંહે કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ખામીઓ હતી.

દૈનિક ભાસ્કરને મળેલાં સુશાંત સિંહ રાજપૂતના ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે, અભિનેતાના ગળા પાસે લિગેચર માર્કની વાત લખવામાં આવી છે. લિગેચર માર્કને સામાન્ય ભાષામાં ઉંડુ નિશાન કહે છે. સામાન્ય રીતે તે યુ શેપમાં હોય છે જે દર્શાવે છે કે, ગળું કોઈ દોરડું અથવા એવી જ કોઈ વસ્તુથી કસવામાં આવ્યું છે.

આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર તેના પિતાના વકિલ વિકાસ સિંહે આ નિશાન પર સવાલ ઉભા કર્યા છે. તેણે કહ્યું કે, જે વાતોનો મોતના સમયે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે વાતની વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવી નથી. તેમણે એવું પણ કહ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના સમયનો કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટમાં બહુ મોટો ગોટાળો છે. આ ગોટાળામાં છુપાયેલું રહસ્ય ખોલવાની જરૂર છે. તેમજ આ રિપોર્ટમાં અભિનેતાના મોતનો સમય અને જ્યુસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુશાંતના ચહેરા પર જે નિશાન છે તેનો પણ આ રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ:

  1. ગળા અને માથા પાસે કોઈ હાડકું ટૂટેલુ નથી
  2. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના સમયનો કોઈ ઉલ્લેખ નથી
  3. સુશાંતના મૃતદેહનો કોરોના ટેસ્ટ પણ નથી કરાયો
  4. અભિનેતાના ગળાનો વ્યાસ 49.5 સેમી હતો
  5. સુશાંતના ગળાની નીચે 33 સેમીએ લાંબો લિગેચર માર્ક મળ્યો
  6. દોરડાનું નિશાન ગળાના હાડકાથી 8 સેમી નીચે હતું
  7. ગળાની જમણી બાજુ નિશાનની પહોળાઈ 1 સેમી વધારે હતી
  8. ગળા ડાબી બાજુનું નિશાન 3.5 સેમી વધારે મોટું હતું

તમને જણાવી દઈએ કે, એમ્સે સુશાંતની ઓટોપ્સી ફાઈલની તપાસ માટે પાંચ એક્સપર્ટ્સની ટીમ બનાવી છે. સીબીઆઈએ રિપોર્ટ્સ પર ટીમને સૂચનો આપવા કહ્યું છે. એમ્સના ફોરેન્સિક હેડ ડૉક્ટર સુધીર ગુપ્તા આ ટીમને લીડ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, અમે હત્યાના દ્રષ્ટિકોણ કરતાં અન્ય અલગ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરીશું. મૃતદેહ પરથી જે નિશાન મળ્યા છે તેને પુરાવા સાથે પણ મેળવવામાં આવશે. વિસરા સુરક્ષિત છે. તેની તપાસ કરવામાં આવશે. ડિપ્રેશન દૂર કરવા સુશાંતને જે દવા આપવામાં આવતી હતી તેનો પણ લેબ ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: SSR કેસ: ઓટોપ્સીની ફાઈલોની તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાઈ

સુશાંત સિંહ રાજપૂતે 14 જુનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહ્યું છે.

entertainment news bollywood bollywood news sushant singh rajput mumbai police