ફિલ્મ સુપર 30 માટે સફળ વિકેન્ડ, કરી આટલી કમાણી

15 July, 2019 05:18 PM IST  | 

ફિલ્મ સુપર 30 માટે સફળ વિકેન્ડ, કરી આટલી કમાણી

ફિલ્મ સુપર 30 માટે સફળ વિકેન્ડ

સુપર 30એ બીજા દિવસે 18.29 કરોડની કમાણી કરી હતી. સુપર 30એ દિવસના અંતે કુલ 30.02 કરોડની કમાણી કરી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું હતું કે, ફિલ્મ વિકેન્ડના અંતે 50 કરોડને ક્રોસ કરી શકે છે. આ શુક્રવારે બીજી કોઈ મોટી ફિલ્મ પણ નથી રિલીઝ થઈ નથી જેનો ફાયદો સુપર 30ને મળ્યો છે. ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે.

ફિલ્મ સુપર 30ની કમાણી પહેલા વિકેન્ડના અંતે 50 કરોડને પાર પહોંચી ગઈ છે. ફિલ્મે રવિવારે 20.74 કરોડની કમાણી હતી. જ્યારે શુક્રવારે 11.83 કરોડ અને શનિવારે 18.19 કરોડની કમાણી કરી હતી. સુપર 30એ વિકેન્ડના અંતે કુલ 50.74 કરોડની કમાણી કરી છે. રિલીઝના 3 દિવસમાં ફિલ્મનું ક્લેક્શન નોંધપાત્ર રહ્યું છે.

આ પણ વાંચો: ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ફિલ્મ સુપર 30 દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખાસ કરીને ફર્સ્ટ હાફના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ સુપર 30ના પહેલા ભાગમાં આનંદ કુમારના કૉલેજના જીવનને દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓ સંઘર્ષ કરીને આગળ વધ્યા. ફિલ્મ અંત સુધી તમને સીટ સાથે જકડી રાખે છે. આ એ તમામ લોકો માટે જેઓ જીવનમાં સંસોધનોની કમી હોવા છતા પોતાની ઈચ્છા શક્તિના બળ પર સફળ થવાનો પ્રયાસ કરે છે. વિકાસ બહેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ લોકના મનને સ્પર્શ કરી રહી છે.

box office gujarati mid-day