ક્રેઝી હબીબી સૉન્ગમાં સની લિયોનીએ લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ

03 July, 2019 04:48 PM IST  | 

ક્રેઝી હબીબી સૉન્ગમાં સની લિયોનીએ લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ

સની લિયોની

સની લિયોની (Sunny Leone)નું નવું આઈટમ સૉન્ગ રિલીઝ થયું છે. ક્રેઝી હબીબ નામના આ ગીત પર સનીએ ગજબનો ડાન્સ કર્યો છે. આવતા જ આ ગીત સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. સનીએ પણ આ ગીતનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. સાથે જ કેપ્શન આપ્યું છે, ડિસેન્ટ મુંડો સંભલ જાઓ ક્યોંકિ આ ગઈ હૈ ક્રેઝી હબીબી. ગીત લોકોને એટલું પસંદ આવી રહ્યું છે કે માત્ર 23 કલાકમાં 30 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ ગીતમાં સની લિયોનીની સાથે દિલજીત દોસંજ પણ દેખાઈ રહ્યા છે. આ ગીત અર્જુન પટિયાલા ફિલ્મનું છે, જે 26 જૂલાઈએ રિલીઝ થઈ રહી છે.

પાર્ટી સૉન્ગ છે ક્રેઝી હબીબી

ક્રેઝી હબીબી એક પાર્ટી સૉન્ગ છે. એટલે એનો ડાન્સ જબરદસ્ત અને એનર્જી ભરેલો છે. સની લિયોનીએ પણ દિલજીત દોસંજની સાથે કમર લચકાવી રહી છે.

દિલજીત દોસંજ અને ક્રિતી સેનની ફિલ્મ

ફિલ્મમાં ક્રિતી સેનન અને દિલજીત દોસંજ છે. લીડ હીરો દિલજીત પોતે પણ એક સિંગર છે પરંતુ 'ક્રેઝી હબીબી વર્સેસ દેસી મુંડા' ગીતને પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ ગાયું છે. આ ગીતને ગુરૂ રંધાવાએ લખ્યું છે. ફિલ્મમાં ક્રિતી સેનન 'ઋતુ' નામની એક પત્રકારના રોલમાં છે.

આ પણ વાંચો : આશિષ ચંચલાની: યૂ-ટ્યૂબ પર ફની વીડિયોઝ બનાવીને કમાય છે લાખો રૂપિયા

જ્યાં દિલજીત પોલીસ ઈન્સ્પેક્ટર 'અર્જુન'નો રોલ ભજવશે. જ્યાં સની લિયોનીની વાત કરીએ તો તે બેબી ડૉલ અને લૈલા મેં લૈલા ગીતના દર્શકોનું દિલ જીતી ચૂકી છે. હાલ તે દક્ષિણ ભારતની એક ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે.

sunny leone diljit dosanjh bollywood news