મેરી માઁ હી મેરા રબ હૈ... મેરા પ્યાર, મેરા હૌસલા, મેરી તાકત

28 July, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલે પોતાની મમ્મી સાથેનો ભાવુક ફોટો શેર કરીને ‘બટવારા 1947’નું ટ્રેલર આજે રિલીઝ થવાની જાહેરાત કરી છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત આ ફિલ્મ 14 ઑગસ્ટે સિનેમાઘરોમાં આવશે.

સની દેઓલ

બટવારા 1947નું ટ્રેલર પોતાની મમ્મીને સમર્પિત કર્યું સની દેઓલે

સની દેઓલ તેની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ને લઈને ચર્ચામાં છે. સનીએ સોશ્યલ મીડિયા પર તેની મમ્મી સાથેનો ફોટો શૅર કરીને આ ફિલ્મના ટ્રેલરના લૉન્ચનો ખુલાસો કર્યો છે. સનીએ ફોટો શૅર કરતાં લખ્યું હતું કે ‘મેરી માઁ હી મેરા રબ  હૈ... મેરા પ્યાર, મેરા હૌસલા, મેરી તાકત. ‘બટવારા 1947’ મૈં અપની માઁ ઔર દુનિયા કી હર માઁ કો સમર્પિત કરતા હૂં.’
પોસ્ટના અંતમાં સની દેઓલે જણાવ્યું કે ‘બટવારા 1947’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવશે. ‘બટવારા 1947’ ભારત અને પાકિસ્તાનના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત પિરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે ફિલ્મમાં એક પણ કટ સૂચવવામાં આવ્યો નથી. ‘બટવારા 1947’ની વાર્તા લાહોરને કેન્દ્રમાં રાખીને રચાઈ છે, જેમાં દેશના વિભાજનની અસર અને માનવતાભર્યા સંબંધોની સંવેદનશીલ કહાની રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની લોકપ્રિય જોડી લાંબા સમય બાદ ફરી મોટા પડદા પર સાથે જોવા મળશે અને એમાં શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

sunny deol upcoming movie social media instagram entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood