સુનીતા આહુજાને જ્યારે કોમલ રાની સ્વર્ણકાર સાથેના ગોવિંદાના અફેર વિશે પૂછાયું ત્યારે તેણે તાડૂકીને કહ્યું કે...

12 August, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, ઉસકા બુદ્ધિ ભ્રષ્ટ હો ગયા હૈ... યે ગોવિંદા કા સ્ટાન્ડર્ડ નહીં હૈ, પહલે જો ભી કિયા ઉસમેં સ્ટાન્ડર્ડ તો થા

સુનિતા આહુજા

ગોવિંદા તાજેતરમાં તેની કમબૅક-ફિલ્મ ‘રૂપા’ની હિરોઇન કોમલ રાની સ્વર્ણકાર સાથે અૅરપોર્ટ પર જોવા મળ્યો હતો અને એ પછી બન્નેના અફેરની ચર્ચા ઊપડી હતી. આ ચર્ચા વિશે જ્યારે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પતિનાં છોતરાં કાઢી નાખ્યાં હતાં. તેણે સામો સવાલ કરતાં પૂછ્યું હતું, ‘યે કહાવત સુના હૈ કભી... વિનાશકાલે વિપરીત બુદ્ધિ? ઉસકા બુદ્ધિ ભ્રષ્ટ હો ગયા હૈ, ઇસલિએ યે સબ કરતા હૈ વો, ક્યા બોલેં અભી.’સુનીતાને જ્યારે કહેવામાં આવ્યું કે ગોવિંદા હવે હીરો નંબર વનમાંથી ચીટર નંબર વન બની ગયો છે એવું લોકો કહી રહ્યા છે ત્યારે સુનીતાએ તાડૂકીને કહ્યું હતું કે ‘યે ક્વેશ્ચન મુઝે ગોવિંદા કે ફૅન્સ કો પૂછના હૈ, ક્યોકિં મૈં બોલતી હૂં તો સબ મુઝે ટ્રોલ કરતે હૈં. મૈં ચાહતી હૂં કિ ગોવિંદા કે ફૅન્સ, મીડિયા ઇસકા જવાબ દે. મુઝે મત પૂછો, મુઝે કુછ ઇન્ટરેસ્ટ નહીં હૈ... યે ફૅન્સ બતાએંગે... ક્યોકિં મૈં જબ સચ બોલતી હૂં તો સબ મુઝે ગાલિયાં દેતે હૈં... અબ વો દેખ રહે હૈં અપની આંખોં સે તો ફૅન્સ કો પતા હોના ચાહિએ કિ ગોવિંદા સહી હૈ કિ મૈં સહી હૂં. ઇસ બારે મેં ઔર કુછ બાત નહીં કરની હૈ... ભાડ મેં જાએ સબ.’સુનીતાને જ્યારે કોમલ રાની સ્વર્ણકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે વધુ બગડી હતી અને તેણે કહ્યું હતું કે ‘કુછ કરના ભી થા તો કુછ સ્ટાન્ડર્ડ સે કરતા, ક્યા ઘટિયા સ્ટાન્ડર્ડ કર રહા હૈ, કુછ સમઝ મેં નહીં આતા હૈ. પહલે જો ભી કિયા, સ્ટાન્ડર્ડ તો થા... ઇસમેં કોઈ સ્ટાન્ડર્ડ હી નહીં હૈ... યે ગોવિંદા કા સ્ટાન્ડર્ડ નહીં હૈ.’

કોણ છે કોમલ રાની સ્વર્ણકાર?

કોમલ રાની સ્વર્ણકાર ઉત્તર પ્રદેશની છે, પણ તેના વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના માત્ર પંદરેક હજાર ફૉલોઅર્સ છે.

sunita ahuja govinda entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood