રાની સ્વર્ણકાર સાથે બીજાં લગ્ન કરવાના પ્લાનિંગમાં હતો ગોવિંદા?

22 August, 2026 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિવૉર્સની અરજી પાછી ખેંચીને આ આયોજનમાં ફાચર મારી દીધી હોવાનો સુનીતા આહુજાનો કથિત દાવો

ગોવિંદા, સુનિતા આહુજા અને રાખી સાવંત

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો પણ સુનીતાએ બાંદરા ફૅમિલી કોર્ટ પહોંચીને છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. હવે સુનીતાએ દાવો કર્યો છે કે ગોવિંદા તેની ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકાર સાથે બીજાં લગ્ન કરવાનું પ્લાન કરી રહ્યો હતો અને આ જ કારણે તેણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે.
હકીકતમાં રાખી સાવંતને તાજેતરમાં મુંબઈમાં સ્પૉટ કરવામાં આવી હતી. ફોટોગ્રાફર્સ સાથે વાતચીત દરમ્યાન રાખીએ પછી ગોવિંદાની પત્ની સાથે સ્પીકર ઑન કરીને ફોનમાં વાત કરી. આ દરમ્યાન સુનીતાએ ફરિયાદ કરતાં કહ્યું કે પૂનમ પાંડે વગેરે બધા ગોવિંદાના સપોર્ટમાં બોલી રહ્યા છે. સુનીતાની આ વાત સાંભળીને રાખીએ સાંત્વન આપ્યું કે ‘સુનીતાજી, ઘરનાં દાળભાત ઘરનાં હોય છે અને બહારના ચિકન ટિક્કા ખાઈને તબિયત ખરાબ થાય છે.’ 
રાખીની આ વાત સાંભળીને સુનીતાએ કહ્યું હતું કે ‘ગોવિંદા અને રાની સ્વર્ણકાર લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. ગોવિંદા તેને ઍરપોર્ટ લઈ ગયો હતો. તેને મારી જગ્યા આપી રહ્યો છે. લોકોના મને કૉલ આવી રહ્યા છે. હું પાંચ-છ વર્ષથી ચૂપ હતી પણ હવે તમે કહો, એક પત્ની તરીકે મને કેવું લાગે?’ 
આ સાંભળીને રાખીએ ધીરજ આપતાં કહ્યું હતું કે ‘તમે આ બધું છોડો, ૨૦૦ કરોડ પર ધ્યાન આપો. બીજી, ત્રીજી કોઈ આવી જશે તો આ ૨૦૦ કરોડ લઈ જશે. પહેલાં તમારા નામે કરી લો બધું, પછી આ બધું કરજો.’ 
રાખીની સલાહ સાંભળીએ સુનીતાએ તરત જવાબ આપ્યો કે ‘મેં ગઈ કાલે આ કેસ પાછો ખેંચી લીધો, કારણ કે આ બન્ને લગ્ન કરવાના પ્લાનમાં હતાં.’ જોકે ફોન પર વાત કરી રહેલી મહિલા ખરેખર સુનીતા આહુજા જ છે કે નહીં એની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રાખીએ દાવો કર્યો હતો કે તે સુનીતા સાથે વાત કરી રહી હતી, પણ આ વાતની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

અગર વો ચાહતી તો ગોવિંદા કો નીલે ડ્રમ મેં ડાલ સકતી થી, પહાડ પર લે જાકર ધક્કા માર સકતી થી, ચાય મેં ઝહર ડાલકર પિલા સકતી થી

રાખી સાવંતે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને સારી વ્યક્તિ ગણાવીને તેના સપોર્ટમાં આવી દલીલ કરી

હાલમાં ગોવિંદા પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે અને પત્ની સુનીતા આહુજા સાથેના તેના સંબંધોમાં સમસ્યા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુનીતા પતિ ગોવિંદા પર અનેક આક્ષેપો પણ કરી ચૂકી છે. સુનીતાએ એક તબક્કે  છૂટાછેડા માટે કેસ પણ દાખલ કર્યો હતો પણ હાલમાં એ કેસ પાછો ખેંચી લીધો છે. 
હવે ગોવિંદા અને સુનીતાના વિવાદમાં ઍક્ટ્રેસ રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે અને સુનીતાના બચાવમાં કહ્યું છે કે તે બહુ સારી વ્યક્તિ છે. સુનીતાનાં વખાણ કરતાં રાખીએ કહ્યું હતું કે ‘સુનીતા અપને પતિ ગોવિંદા સે બહોત પ્યાર કરતી હૈ. વો ચાહતી તો ગોવિંદા કો નીલે ડ્રમ મેં ડાલ સકતી થી. વો ચાહતી તો ગોવિંદા કો પહાડ પર લે જાકર ધક્કા માર સકતી થી. વો ચાહતી તો ઉન્હેં ચાય મેં ઝહર ડાલકર પિલા સકતી થી. અગર વો ચાહતી તો ગોવિંદા કો ઝિંદા ચુનવા સકતી થી લેકિન વો બહોત અચ્છી હૈ.’

ગોવિંદાના મૅનેજરની સ્પષ્ટતા : ઍક્ટર બીજાં લગ્ન કરવાનો છે એ દાવો ખોટો

ગોવિંદા અને પત્ની સુનીતા આહુજા વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. સુનીતાએ તાજેતરમાં રાખી સાવંત સાથે ફોન પર વાતચીત દરમ્યાન દાવો કર્યો હતો કે ગોવિંદા ઍક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથે બીજાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો અને એટલે જ તેણે ગોવિંદા વિરુદ્ધ દાખલ કરેલો છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો હતો. હવે ગોવિંદાના મૅનેજર શશી સિન્હાએ સુનીતાના આ દાવાને ફગાવી દીધો છે. 
શશી સિન્હાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આવું કંઈ નથી અને ન તો થશે. ગોવિંદાનાં બીજાં લગ્નને લઈને ક્યારેય કોઈ વાતચીત થઈ નથી અને હાલમાં અભિનેતાનું સંપૂર્ણ ધ્યાન પોતાના કામ પર છે. જો ગોવિંદા ખરેખર સુનીતા સાથેનો સંબંધ પૂરો કરવા ઇચ્છતો હોત અથવા બીજાં લગ્ન કરવા માગતો હોત તો છૂટાછેડાની પહેલ તેણે પોતે કરી હોત. ગોવિંદા અને સુનીતા બન્ને સમજદાર અને પરિપક્વ લોકો છે અને ગોવિંદાએ અત્યાર સુધી જાહેરમાં સુનીતા વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી. આ સમગ્ર વિવાદની અસર તેમનાં બાળકો પર પણ પડી રહી છે.’

govinda sunita ahuja rakhi sawant celebrity divorce entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood