મુંબઈ પોલીસની ઇવેન્ટમાં મરીન ડ્રાઇવ પર રનિંગ અને સાઇક્લિંગ કર્યું અક્ષયકુમારે

20 June, 2022 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

અક્ષયકુમાર

અક્ષયકુમારે ગઈ કાલે વહેલી સવારે મરીન ડ્રાઇવ પર આયોજિત મુંબઈ પોલીસની સન્ડે સ્ટ્રીટ ઇવેન્ટમાં ભાગ લઈને રનિંગ અને સાઇક્લિંગ કર્યું હતું. એનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ફિટનેસની બાબતમાં અક્ષયકુમારને ફિટ ગણવામાં આવે છે. તે સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારે બાંધછોડ કરવા તૈયાર નથી એ વાત સૌકોઈ જાણે છે. આ ઇવેન્ટમાં અક્ષયકુમાર સાથે અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. એ દરમ્યાન અક્ષયકુમાર બ્લૅક આઉટફિટમાં દેખાયો હતો. તેની સાથે તેની સિક્યૉરિટી પણ હાજર હતી. તદુપરાંત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી ઈ-બાઇકનું પણ ટેસ્ટિંગ અક્ષયકુમારે કર્યું હતું. રવિવારની સવારે અચાનક જ અક્ષયકુમારને જોવો તેના ફૅન્સ માટે કોઈ ગિફ્ટથી ઓછું નહોતું. 

entertainment news bollywood bollywood news bollywood gossips akshay kumar