સ્ટુડેન્ટ ઑફ ધ યર 2 : રિલીઝ થયા ત્રણ પોસ્ટર, આવો છે ટાઇગર શ્રોફનો લૂક

10 April, 2019 06:41 PM IST  | 

સ્ટુડેન્ટ ઑફ ધ યર 2 : રિલીઝ થયા ત્રણ પોસ્ટર, આવો છે ટાઇગર શ્રોફનો લૂક

ટાઇગર શ્રોફનો લૂક સ્ટુડેન્ટ ઑફ ધ યર 2ના પોસ્ટરમાં

અનન્યા પાંડે, ટાઇગર શ્રોફ, તારા સુતારિયા સ્ટારર ફિલ્મ સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2ના ત્રણ નવા પોસ્ટર 10 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ટાઇગર શ્રોફ ગેટની બહાર જોવા મળે છે. આ પોસ્ટરના રિલીઝ પહેલા કરણ જોહરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સ્ટુડેન્ટ ઑફ ધ યરનું નવું સેશન શરૂ થવાનું છે.

કરણ જોહરે શેર કર્યું પોસ્ટર

કરણ જોહરે ત્રણે પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે. પહેલા પોસ્ટરમાં બે વિદ્યાર્થીઓના શૂઝ દેખાય છે. આ તસવીરમાં કૅપ્શન આપ્યું છે, "ટેક ધ સ્ટેપ, ટેક ધ ચેલેન્જ."

આ છે બીજું પોસ્ટર

બીજા પોસ્ટરમાં ટાઇગર શ્રોફ કૉલેજ ગેટની બહાર ઉભેલો છે. ફોટોમાં ટાઇગર શ્રોફનો બૅક લૂક જોવા મળે છે અને સાથે કૅપ્શન આપ્યું છે "શું તમે તૈયાર છો?"

આ છે ત્રીજું પોસ્ટર

ત્રીજા પોસ્ટરમાં કૉલેજની બહાર ઉભેલ સ્ટુડેન્ટ ટાઇગર શ્રોફનો ફ્રન્ટ લૂક શેર કર્યો છે અને સાથે કૅપ્શનમાં લખ્યું છે "તે તૈયાર છે, નવો વિદ્યાર્થી બ્લોક પર છે. પણ બીજુ ઘણું છે જે આવી શકે છે, જોડાયેલા રહો."

જણાવીએ કે કરણ જોહરની સ્ટુડેન્ટ ઑફ ધ યરની બીજી ફ્રેન્ચાઇઝી સ્ટુડેન્ટ ઑફ ધ યર 2, આવતાં મહિને 10 મેના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની શૂટિંગને 9 એપ્રિલના એક વર્ષ પૂરું થયું. શૂટિંગ સેટની મેમરીઝ શેર કરતાં બોલીવુડમાં ડેબ્યુ કરતી અનન્યા પાંડેએ એક સ્પેશિયલ પોસ્ટ લખી હતી. પોસ્ટમાં અનન્યાએ જણાવ્યું હતું કે, "એક બીજાને ઓળખતાં એક વર્ષ થઈ ગયો. દરેક દિવસ ખૂબ જ મહત્વનો હતો. હવે માત્ર ફિલ્મ રિલીઝને એક મહિનો બાકી છે." અનન્યાએ આ પોસ્ટ સાથે શૂટિંગના પહેલા દિવસની તસવીર શેર કરી.

આ પણ વાંચો : આયુષ્માનની ચીનમાં બોલબાલા : અંધાધુને 100 કરોડનો આંકડો પાર કર્યો

ઉલ્લેખનીય છે કે કરણ જોહરે સ્ટુડેન્ટ ઑફ ધ યરમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લૉન્ચ કર્યા હતા. આ ત્રણે સ્ટાર બોલીવુડના ફેમસ સિતારા બની ગયા છે. હવે સ્ટુડેન્ટ ઑફ ધ યર 2 દ્વારા અનન્યા પાંડે, તારા સુતારિયા અને પુનીત મલ્હોત્રા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

varun dhawan alia bhatt tiger shroff student of the year karan johar bollywood