પૉલિટિક્સથી દૂર રહો : કંગના રનોટ

29 January, 2023 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘પઠાન’ની સફળતાને જોતાં તેણે આપી આવી સલાહ

કંગના રનોટ

કંગના રનોટેપઠાન’ની સફળતાને જોતાં લોકોને પૉલિટિક્સથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ફિલ્મને લઈને તેણે હાલમાં જ સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોનો નામ લીધા વગર ઊધડો લીધો હતો. સાથે જ આ ફિલ્મનું નામ બદલીને ‘ઇન્ડિયન પઠાન’ રાખવાની પણ તેણે ભલામણ કરી હતી. હવે ફરીથી તેણે ચેતવણી આપી છે. ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટમાં કંગના રનોટે લખ્યું કે ‘બૉલીવુડવાળા, એવું નરેટિવ બનાવવાના પ્રયાસ ન કરતા કે આ દેશમાં તમે હિન્દુ લોકોની નફરતથી પીડાઓ છો. જો મેં ફરીથી સાંભળ્યું કે ‘ટ્રાયમ્ફ ઓવર હેટ’ તો તમારા લોકોનો ફરીથી ક્લાસ લગાવીશ. સફળતાને એન્જૉય કરો અને સારું કામ કરતા રહો. સાથે જ પૉલિટિક્સથી દૂર રહો.’

entertainment news bollywood news kangana ranaut pathaan