12 February, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલીલા હવે સત્તાવાર રીતે ડૉક્ટર બની ગઈ છે
તેલુગુ ફિલ્મોમાં પોતાની અભિનય કળા અને જોરદાર ડાન્સથી દર્શકોને પ્રભાવિત કરનાર શ્રીલીલા હવે સત્તાવાર રીતે ડૉક્ટર બની ગઈ છે. શ્રીલીલા ફિલ્મોમાં અભિનય સાથે-સાથે અભ્યાસ પણ કરતી રહી અને હવે તેણે પોતાની મેડિકલ ડિગ્રી પૂર્ણ કરી છે. હાલમાં સોશ્યલ મીડિયામાં શ્રીલીલાના ગ્રૅજ્યુએશન સમારોહનાં વિડિયો અને તસવીરો ચર્ચામાં છે. આ વિડિયોમાં શ્રીલીલા ડૉક્ટરના શપથ લેતી જોવા મળે છે તેમ જ તેણે નાની ઉંમરે અભ્યાસ અને ફિલ્મી-કરીઅરને સફળતાપૂર્વક સંતુલિત કરી બતાવી છે.