સ્પોર્ટ્‍સ અને સિનેમા લોકોને એક કરી શકે છે : આયુષમાન ખુરાના

24 May, 2022 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સ્પોર્ટ્‍સ અને સિનેમામાં એટલી તાકાત છે કે તેઓ ઇન્ડિયાને એક કરી શકે છે.

આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સ્પોર્ટ્‍સ અને સિનેમામાં એટલી તાકાત છે કે તેઓ ઇન્ડિયાને એક કરી શકે છે. તેની ‘અનેક’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેણે ભાષાને લઈને થતા ભેદભાવ વિશે વાત કરવામાં આવી છે. ભારતમાં વિવિધતા છે એને સેલિબ્રેટ કરવા વિશેની આ ફિલ્મ છે. આ વિશે વાત કરતાં આયુષમાને કહ્યું હતું કે ‘મને હંમેશાંથી લાગતું આવ્યું છે કે સિનેમા અને સ્પોર્ટ્‍સ ઇન્ડિયાને એક કરી શકે છે. એનાથી લોકો ઓળખ ભૂલીને એક જ ફીલિંગ સાથે કનેક્ટ થાય છે. મેં ખૂબ જ નજીકથી જોયું છે કે સ્પોર્ટ્‍સ લોકોને નજીક લાવે છે અને મેં એ પણ જોયું છે કે સિનેમા દર્શકોને કેવી રીતે એક કરે છે. તમે જ્યારે સ્પોર્ટ્‍સ જોવા જાઓ છો ત્યારે તમે બધા સાથે મળીને ​ઇન્ડિયાનું જોશ વધારો છો અને પ્રાર્થના કરો છો. તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ છો ત્યારે તમારી બાજુમાં કોણ બેઠું છે એનાથી તમને કોઈ ફરક નથી પડતો. તમે થિયેટર્સમાં તમામ અજાણ્યા લોકો સાથે બેસીને ફિલ્મ જોતા હો છો. ‘અનેક’નો પણ ઉદ્દેશ લોકોને એક કરવાનો જ છે. અનુભવ સિંહા સર અને હું ઇચ્છીએ છીએ કે ઇન્ડિયન હોવાનો આઇડિયા શું છે એ લોકો જાણે. દિવસના અંતે અમે એટલું જ ઇચ્છીએ છીએ કે લોકો એ સમજે અને ફીલ કરે કે કંઈ પણ થાય અંતે તો આપણે બધા ઇન્ડિયા વિશે સારું જ વિચારીએ છીએ અને ઇન્ડિયા આપણા માટે હંમેશાં પહેલાં હશે. ‘અનેક’ એક સાચા અર્થમાં દેશભક્તિવાળી ફિલ્મ છે અને મને એની સ્ક્રિપ્ટ તરત જ પસંદ પડી ગઈ હતી.’

bollywood news entertainment news ayushmann khurrana