‘સ્પાઇડર-મૅન : નો વે હોમ’ને બાફ્ટામાં નો-એન્ટ્રી

12 January, 2022 08:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મેમ્બર્સ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા ફિલ્મ પૂરી પાડવામાં નહોતી આવી. ફિલ્મની લિન્ક પર જ્યારે ક્લિક કરવામાં આવ્યું તો ફિલ્મની જગ્યાએ ટ્રેલર ચાલી રહ્યું હતું.

Mumbai

‘સ્પાઇડર-મૅન : નો વે હોમ’એ બૉક્સ-ઑફિસ પર જોરદાર ધમાલ મચાવી છે પરંતુ એને બાફ્ટા અવૉર્ડ્સમાં એન્ટ્રી આપવામાં નથી આવી. કોરોનાકાળમાં પણ આ ફિલ્મે દુનિયાભરમાં ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. તેમ જ ઇન્ડિયામાં એ સૌથી વધુ બિઝનેસ કરનારી હૉલીવુડની ત્રીજી ફિલ્મ બની ગઈ છે. ધ બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફિલ્મ જરૂરી ક્રાઇટેરિયામાં બેસતી ન હોવાથી એની એન્ટ્રી રિજેક્ટ કરવામાં આવી છે. જોકે આ ક્રાઇટેરિયા એક ટેક્નિકલ ઇશ્યુ હતો. રૂલબુક પ્રમાણે બાફ્ટામાં વોટિંગ પહેલાં મેમ્બર્સ પાસે ફિલ્મ ઉપલબ્ધ હોવી જરૂરી છે. આ વોટિંગ માટેનો પહેલો રાઉન્ડ ત્રણ જાન્યુઆરીએ પૂરો થયો હતો. આ મેમ્બર્સ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા ફિલ્મ પૂરી પાડવામાં નહોતી આવી. ફિલ્મની લિન્ક પર જ્યારે ક્લિક કરવામાં આવ્યું તો ફિલ્મની જગ્યાએ ટ્રેલર ચાલી રહ્યું હતું. આથી ફિલ્મને એના મેમ્બર્સ માટે ઉપલબ્ધ કરવામાં ન આવી હોવાથી આ અવૉર્ડ્સમાં આ  ફિલ્મને એન્ટ્રી આપવામાં નથી આવી.

bollywood news bollywood gossips bollywood entertainment news