દિશા સલિયનના કેસમાં નામ સંડોવાથી ત્રસ્ત થયેલા સૂરજ પંચોલીએ ફરિયાદ કરી

11 August, 2020 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિશા સલિયનના કેસમાં નામ સંડોવાથી ત્રસ્ત થયેલા સૂરજ પંચોલીએ ફરિયાદ કરી

સૂરજ પંચોલી, દિશા સલિયન

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ભૂતપુર્વ મેનેજર દિશા સલિયન (Disha Salian)ની આત્મહત્યાના કેસમાં અભિનેતા સૂરજ પંચોલી (Sooraj Pancholi)નું નામ સંડોવાથી તે ત્રસ્ત થઈ ગયો છે અને હવે તેણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂરજ ઈચ્છે છે કે તેનું માનસિક શોષણ કરનાર લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

વર્સોવા પોલીસ સ્ટેશનમાં સૂરજ પંચોલીએ નોંધાવેલી સાત પાનાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, દિશા સલિયનને તે ઓળખતો પણ નથી અને તે ક્યારેય તેને મળ્યો પણ નથી. સૂરજે પોતાની ફરિયાદમાં કેટલાંક ટોચના મીડિયા હાઉસ તથા યુ ટ્યૂબ ચેનલના નામ પણ લખ્યા છે. હાલમાં વર્સોવા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જો આમાં કોઈ સાચી વાત સામે આવશે તો FIR કરીને પૂછપરછ કરવામાં આવશે.

થોડાક સમય પહેલાં સોશ્યલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં સૂરજ પંચોલની સાથે દિશા સલિયન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, સૂરજે આ તસવીરને લઈ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે તે તેની મિત્ર અનુશ્રી ગૌર છે અને તે હવે ભારતમાં રહેતી નથી.

પહેલાં દાવો કરવામાં આવતો હતો કે દિશા સલિયનની ડેડ બૉડી કપડાં વગર મળી આવી હતી. જોકે, મુંબઈ પોલીસના વિશાલ ઠાકુરે કહ્યું હતું કે દિશા સલિયનની બૉડી પર કપડાં ના હોવાની વાત ખોટી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તરત જ મુંબઈ પોલીસ પહોંચી ગઈ હતી. દિશાના પેરેન્ટ્સની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિશા અને પોતાના ફોટોને લઇને અભિનેતાનો મીડિયા પર ફૂટ્યો ગુસ્સો,કહી હકીકત

તમને જણાવી દઈએ કે, દિશા સલિયને આઠ જૂનના રોજ મુંબઈના મલાડમાં આવેલી એક બિલ્ડિંગના 14મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. છ દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આથી જ સોશ્યલ મીડિયામાં આ બન્ને કેસને એકબીજા સાથે સાંકળવામાં આવે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput sooraj pancholi