દિશા અને પોતાના ફોટોને લઇને અભિનેતાનો મીડિયા પર ફૂટ્યો ગુસ્સો,કહી હકીકત

Published: 6th August, 2020 12:52 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

સોશિયલ મીડિયા પર અભિનેતા સૂરજ પંચોલી અને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની તસવીર વાયરલ થઈ રહી હતી જેની હકીકત કંઇક જુદી જ છે.

સૂરજ પંચોલીની વાયરલ તસવીર
સૂરજ પંચોલીની વાયરલ તસવીર

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધનને ઘણો સમય થઈ ગયો છે. આ કેસની તપાસ બિહાર(Bihar police) અને મુંબઇ પોલીસ(Mumbai Police) કરે છે અને હવે આ મામલો CBI પાસે પણ પહોંચી ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media_પર અભિનેતા સૂરજ પંચોલી(Sooraj Pancholi) અને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાન(Disha salian)ની તસવીર વાયરલ થઈ રહી હતી જેની હકીકત કંઇક જુદી જ છે...

આ તસવીરમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે સૂરજ, દિશા અને સુસાંતના મિત્ર હતા અને બન્ને સાથે તેમના સંબંધો સારા નહોતાં. હવે સૂરજ પંચોલીએ એક પોસ્ટ લખીને તસવીરની હકીકત જણાવી છે. સૂરજ પંચોલીએ લખ્યું કે, "સંપૂર્ણ રીતે ખોટાં સમાચાર. શું આ એ જ મીડિયા છે જેના પર વિશ્વાસ કરવા માટે કહેવામાં આવે છે. આ તસવીર 2016ની છે, તસવીરમાં દેખાતી છોકરી દિશા નહીં પણ તેમની ફ્રેન્ડ અનુશ્રી છે."

સૂરજે આગળ લખ્યું છે કે, "તસવીરમાં દેખાતી છોકરી ભારતમાં પણ નથી રહેતી." સૂરજે આગળ લખ્યું કે તે દિશાને ક્યારેય મળ્યો જ નથી અને સાથે એ પણ લખ્યું કે તેમનું નામ આ કેસમાં ન ખેંચવું. લોકોનું બ્રેનવૉશ ન કરવામાં આવે અને તેમને હેરાન ન કરવામાં આવે.

જણાવવાનું કે આ પહેલા સૂરજ, દિશાને લઈને નિવેદન જાહેર કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, "હેં? હું તો ઓળખતો પણ નથી કે દિશા કોણ છે. હું તેને મારા જીવનમાં ક્યારેય મળ્યો નથી. મને તો તેના વિશે સુશાંતના નિધન પછી ખબર પડી અને મને આ ખરાબ પણ લાગ્યું. કોઇકે આ બધી વાતો પોતાના પર્સનલ ફેસબૂક પેજ પર એક ફિલ્મની સ્ટોરીની જેમ લખી દીધું અને તમે બધાં આને હકીકત માની બેઠા."

જણાવવાનું કે સોશિયલ મીડિયા પર કેટલાક દિવસથી તમામ પ્રકારના કિસ્સાઓ શૅર કરવામાં આવી રહ્યા છે. આમાંથી એક ઘટના એ પણ છે કે દિશા અને સુશાંતના નિધનના તાર સૂરજ પંચોલી સાથે પણ જોડાયેલા છે. આ કિસ્સાઓમાં કહેવામાં આવી રહ્યું છે કે દિશા સાલિયાન જ્યારે સૂરજ પંચોલીના સંતાનની માતા બનવાની હતી ત્યારે ત્રણ વર્ષ પહેલા આને લઈને જ સુશાંત અને સૂરજ વચ્ચે લડાઇ થઈ હતી. આ પોસ્ટ્સમાં એ પણ લખવામાં આવ્યું છે કે સુશાંત, સૂરજની આ હરકતનો ખુલાસો કરવાના હતા ત્યારે સલમાન ખાને વચ્ચે આવી ને સૂરજને બચાવી લીધો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK