પંજાબમાં ‘ફતેહ’

13 March, 2023 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનૂ સૂદ અને જૅકલિન ફર્નાન્ડિસે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ

પંજાબમાં ‘ફતેહ’

સોનૂ સૂદ અને જૅકલિન ફર્નાન્ડિસે તેમની આગામી ફિલ્મ ‘ફતેહ’નું શૂટિંગ પંજાબમાં શરૂ કર્યું છે. આ શૂટિંગ પંજાબના અમ્રિતસરમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને વૈભવ મિશ્રા ડિરેક્ટ કરી રહ્યો છે અને એ સાઇબર ક્રાઇમ પર આધારિત છે. આ ફિલ્મ વિશે સોનૂ સૂદે કહ્યું કે ‘આ ફિલ્મમાં વાસ્તવિકતા છે અને એ રિયલ લાઇફ સ્ટોરીથી પ્રેરિત છે. આમાંની ઘણી સ્ટોરી મેં લૉકડાઉન દરમ્યાન પણ ઘણા લોકો સાથે થતાં જોઈ છે.’

આ ફિલ્મના પહેલા શેડ્યુલ વિશે જૅકલિને કહ્યું કે ‘સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે હું આ ફિલ્મનો ભાગ બનીશ. અમે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોવાથી હું ખૂબ જ ઉત્સાહી છું. અમે એક એવી વાસ્તવિક સ્ટોરીને સામે લાવી રહ્યાં છીએ જેને લોકો ખૂબ જ પસંદ કરશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood sonu sood jacqueline fernandez upcoming movie