મમ્મીને પર્સનલી વિશ ન કરવાનો વસવસો છે સોનુ સૂદને

22 July, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની મમ્મીનું ૨૦૦૭માં નિધન થયું હતું

સોનુ સૂદે મમ્મીનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

સોનુ સૂદે તેની મમ્મીને બર્થ-ઍનિવર્સરી નિમિત્તે વિશ કરતાં જણાવ્યું કે તેને પર્સનલી વિશ ન કરવાનું દુઃખ છે. તેની મમ્મીનું ૨૦૦૭માં નિધન થયું હતું. તેની મમ્મીનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુ સૂદે કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે મા. કાશ હું તમને દર વર્ષે પર્સનલી વ‌િશ કરવાની સાથે ગળે લગાવી શકતો હોત. તમે મને જે શીખવ્યું છે એના માટે થૅન્ક યુ. હું હંમેશાં સારાં કાર્યો કરવાનું અને તમને ગર્વ થાય એવું કામ કરીશ એનું તમને વચન આપું છું. આ મેસેજિસ દ્વારા હું મારી લાગણી વ્યક્ત કરું એટલી ઓછી છે. તમારા વગર મારા જીવનમાં જે ખાલીપો છે એ જ્યાં સુધી હું તમને ફરી નહીં મળું ત્યાં સુધી રહેવાનો છે. તમે જ્યાં પણ હો ત્યાં તમે ખુશ રહો અને મને હંમેશાં માર્ગદર્શન આપતાં રહેજો. લવ યુ મા.’

entertainment news bollywood bollywood news bollywood gossips sonu sood