વિદ્યાર્થીઓને ઇન્ટરનલ અસેસમેન્ટ દ્વારા પાસ કરવાની તરફેણમાં છે સોનુ સૂદ

12 April, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ દિવસમાં એક લાખથી વધુ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. એને જોતાં મને લાગે છે કે તેમના જીવનને જોખમમાં મૂકવાને બદલે તેમને ઇન્ટરનલ અસેસમેન્ટ દ્વારા પ્રમોટ કરવા જોઈએ.’

સોનુ સૂદ

સોનુ સૂદનું માનવું છે કે વર્તમાનમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એને જોતાં વિદ્યાર્થીઓને ઇન્ટરનલ અસેસમેન્ટ દ્વારા પ્રમોટ કરવા જોઈએ. દેશમાં દરરોજ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. એથી વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં ન મૂકતાં આ ઉપાય સોનુ સૂદે એક વિડિયોના માધ્યમથી સૂચવ્યો છે. એ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘હું એ તમામ વિદ્યાર્થીઓને ટેકો આપવાની અપીલ કરું છું જેમને આ કપરા સમયમાં ઑફલાઇન બોર્ડની પરીક્ષાઓ આપવા માટે દબાણ કરવામાં આવે છે. એક જ દિવસમાં એક લાખથી વધુ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. એને જોતાં મને લાગે છે કે તેમના જીવનને જોખમમાં મૂકવાને બદલે તેમને ઇન્ટરનલ અસેસમેન્ટ દ્વારા પ્રમોટ કરવા જોઈએ.’

sonu sood bollywood news bollywood bollywood gossips entertainment news