સ્પેશ્યલ ઑલિમ્પિક્સ મૂવમેન્ટનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બન્યો સોનુ સૂદ

02 August, 2021 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મંચને હજી પણ આગળ લઈ જવાનું હું વચન આપી રહ્યો છું. હું વિશેષ ઑલિમ્પિક્સ વિશ્વ શીતકાલીન ખેલો માટે રશિયામાં આપણી ટીમની સાથે રહેવાનો અવસર પ્રાપ્ત કરીને પોતાને સન્માનિત અનુભવું છું

સોનુ સૂદ

સોનુ સૂદને સ્પેશ્યલ ઑલિમ્પિક્સ મૂવમેન્ટનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો છે. આવતા વર્ષે રશિયામાં થનાર ખેલમાં ભારતની ટીમનો તે ભાગ પણ રહેશે. સોનુ સૂદે તાજેતરમાં જ ભારતના ખાસ ઍથ્લીટો અને અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. એ દરમ્યાન સોનુ સૂદે કહ્યું હતું કે ‘આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે અને મને સ્પેશ્યલ ઑલિમ્પિક્સની ભારતની ટીમમાં સામેલ થવાની ખુશી થઈ રહી છે. હું પોતાને ભાગ્યશાળી ગણી રહ્યો છું. આ પરિવારમાં સામેલ થયો છું. આ મંચને હજી પણ આગળ લઈ જવાનું હું વચન આપી રહ્યો છું. હું વિશેષ ઑલિમ્પિક્સ વિશ્વ શીતકાલીન ખેલો માટે રશિયામાં આપણી ટીમની સાથે રહેવાનો અવસર પ્રાપ્ત કરીને પોતાને સન્માનિત અનુભવું છું.’

bollywood news bollywood bollywood gossips sonu sood entertainment news