સેમ ટુ સેમ... મા સોની રાઝદાને આલિયાના બર્થડે પર શેર કરેલો આ ફોટો જોયો તમે?  

16 March, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોની રાઝદાન(soni razdan)એ આલિયા ભટ્ટના બર્થડે(Alia Bhatt Birthday) પર એક ક્યુટ તસવીર શેર કરી છે. સાથે જ અભિનેેત્રીની પસંદ વિશે પણ ખુલાસો કર્યો છે.

તસવીર: સૌજન્ય સોની રાઝદાન

બૉલિવૂડમાં એવી ઘણી હસ્તીઓ છે, જેમના ફીચર્સ અને લુક તેમના માતા-પિતા જેવા જ છે. તેવી જ રીતે બૉલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ પણ તેની માતા જેવી જ દેખાય છે. જો તમને વિશ્વાસ ન થતો હોય તો તમે આ તસવીર પણ જોઈ શકો છો, જે હાલમાં જ આલિયા ભટ્ટના જન્મદિવસ(Alia Bhatt Birthday)ના અવસર પર તેની માતા સોની રાઝદાન (Soni Razdan)એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં આલિયા બિલકુલ તેની મમ્મી જેવી દેખાઈ રહી છે.

સોની રાઝદાને 15 માર્ચે તેની પુત્રી આલિયા ભટ્ટના જન્મદિવસ પર એક ફોટો શેર કર્યો હતો. બે ફોટાઓના આ કોલાજમાં, ઉપર સોની રાઝદાનની યુવાનીનો ફોટો છે અને નીચે આલિયા ભટ્ટ છે. આ તસવીરમાં બંનેના ફીચર્સ એકદમ સરખા દેખાઈ રહ્યા છે. સાથે જ બંનેની બિંદી સ્ટાઈલ પણ સરખી છે. આંખો અને હસવાની રીત પણ એક જ છે. આ ફોટો શેર કરતી વખતે સોનીએ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, `માય લિટલ ટ્વિન ચાઈલ્ને જન્મદિવસની શુભેચ્છા. ચહેરાના અમુક લક્ષણો ઉપરાંત, બિંદી અને રીંગણ માટે પણ આપણે પ્રેમ સરખો છે." 

આ પણ વાંચો:Birthday Special: આલિયા ભટ્ટને મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી માનવામાં આવતી

આલિયા ભટ્ટ અને સોની રાઝદાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હજારો લોકોએ આ ફોટોને લાઈક કર્યો છે. આલિયા અને તેની માતાના ફોટા જોઈને લોકો તેમને એકબીજાની કાર્બન કોપી પણ કહી રહ્યા છે. એકે ટિપ્પણી કરી કે એક બિંદુ વચ્ચે તફાવત છે બાકીનું બધુ સરખું છે. એક યુઝરે લખ્યું કે મા અને દીકરી બંનેની આંખો જાદુઈ છે. તો ત્યાં એક યુઝરે લખ્યું કે સોનીજી તમે આલિયા કરતા પણ વધુ સુંદર છો. બંને બહેનો લાગો છો. તો બીજી બાજુ હજારો યુર્ઝસે તેના પર લવ ઇમોજી શેર કર્યા છે અને આલિયા ભટ્ટને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી છે.

bollywood news entertainment news alia bhatt soni razdan