પ્રેગ્નન્સીમાં બદલાઈ ગયો સોનમનો લુક

01 February, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનમે લોઅર પરેલમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ બ્યુટી-બ્રૅન્ડની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી

સોનમે આત્મવિશ્વાસ સાથે પોતાનો બેબી-બમ્પ ફ્લૉન્ટ કર્યું હતું

સોનમ કપૂર ૪૦ વર્ષની વયે બીજી વખત મમ્મી બનવા તૈયાર છે અને તેનું બેબી-બમ્પ સ્પષ્ટ નજરે ચડે છે. હાલમાં સોનમે લોઅર પરેલમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ બ્યુટી-બ્રૅન્ડની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં સોનમે આત્મવિશ્વાસ સાથે પોતાનો બેબી-બમ્પ ફ્લૉન્ટ કર્યું હતું. આ ઇવેન્ટમાં પ્રવેશતી વખતે સોનમે એક મિત્રનો હાથ પકડી રાખ્યો હતો. જોકે ઇવેન્ટમાં સોનમના બદલાયેલા લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને તે પહેલાં કરતાં ઘણી અલગ દેખાતી હતી. સોનમે તેની આ ઇવેન્ટના લુકની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

sonam kapoor entertainment news bollywood bollywood news bollywood events