લોકો વિચારે છે કે અમને બાળકો કરતાં કામની વધુ પરવા હોય છે

25 April, 2024 05:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્કિંગ મમ્મીઓ વિશેની લોકોની ખોટી ધારણા વિશે સોનમે કહ્યું…

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજાનું કહેવું છે કે લોકો એમ વિચારે છે કે કામ કરતી મહિલાઓને તેમના બાળકો કરતાં કામની વધુ ચિંતા હોય છે. સોનમે ૨૦૦૨ના ઑગસ્ટમાં દીકરાને જન્મ આપ્યો છે. તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. દીકરાની કાળજી લેતાં તેણે ઘણા સમય બાદ કામ કરવાની શરૂઆત કરી હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્લાઇન્ડ’માં તે છેલ્લે જોવા મળી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે મમ્મી તરીકે કોઈ બાબતને લઈને ગિલ્ટ થાય છે અને માતૃત્વ માટે શું પોતાને તૈયાર કરી શકાય? એનો જવાબ આપતાં સોનમ કહે છે, ‘કોઈ પણ પોતાની જાતને માતૃત્વ માટે તૈયાર ન કરી શકે. પછી ભલે તમે હાઉસવાઇફ હો કે પછી વર્કિંગ વુમન હો. દરેકને મૉમને ગિલ્ટમાંથી પસાર થવું પડે છે. તમે ઘરનાં કામકાજ કરતાં હો અથવા કોઈના ઇન્ટરવ્યુ લેતાં હો. મનમાં ક્યાંક ને ક્યાંક તો વસવસો હોય છે. કામ કરતી મમ્મીઓને લઈને સૌથી મોટી ધારણા એવી હોય છે કે લોકો એમ વિચારતા હોય છે કે અમને અમારાં બાળકોની પરવા નથી. અમને અમારું કામ વધારે વહાલું છે. જોકે અમને અમારાં બાળકોની પરવા છે એટલે તો અમને કામ કરવાની ઇચ્છા થાય છે.’

entertainment news bollywood buzz bollywood news bollywood sonam kapoor