સાઉથની ફિલ્મમાં એન્ટ્રી કરશે સોનાક્ષી?

24 November, 2022 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવી ચર્ચા છે કે આ તેલુગુ ફિલ્મમાં નંદામુરી બાળક્રિષ્નન પણ જોવા મળશે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા સાઉથની ફિલ્મોમાં હાથ અજમાવવાની છે એવુ જાણવા મળ્યુ છે. તે હૈદરાબાદ પહોંચી છે. એવી ચર્ચા છે કે આ તેલુગુ ફિલ્મમાં નંદામુરી બાળક્રિષ્નન પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મને અનિલ રવીપુડી ડિરેકટ કરશે. સોનાક્ષી દ્વારા આ ફિલ્મ કરવા વિશે કોઈ માહિતી નથી આપવામાં આવી. જોકે તે આ ફિલ્મમાં કામ કરે તો એની એક નવી શરૂઆત કહેવાશે. ભાષા ભલે અલગ હોય, પરંતુ તેને ઍક્ટિંગમાં તકલીફ પડે એવું નથી લાગતું.

entertainment news bollywood news bollywood gossips bollywood sonakshi sinha