રૅપર બાદશાહે ૮ વર્ષ નાની પંજાબી ઍક્ટ્રેસ ઈશા રિખી સાથે ચૂપચાપ કરી લીધાં લગ્ન

25 March, 2026 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહે ૨૦૨૦માં ડિવૉર્સ લીધા હતા અને હવે બીજી વખત પરણવાનો નિર્ણય લીધો

બાદશાહનાં આ બીજાં લગ્ન છે

રૅપર-સિંગર બાદશાહ અને પંજાબી ઍક્ટ્રેસ ઈશા રિખીએ કોઈ ધમાલ વગર ચૂપચાપ લગ્ન કરી લીધાં છે. જોકે બન્નેમાંથી કોઈએ હજી સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ ઈશાની માતા પૂનમ રિખીએ આ લગ્નના ફોટો અને વિડિયો શૅર કર્યા છે જેમાં બન્ને પરંપરાગત લગ્નની વેશભૂષામાં પોતાના નજીકના લોકોની હાજરીમાં ફેરા અને વરમાળાની વિધિ કરતાં જોવા મળે છે.

ઉંમરની વાત કરીએ તો બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે અને તે અંદાજે ૪૦ વર્ષનો છે, જ્યારે ઈશા રિખી ૩૨ વર્ષની છે. આમ બન્ને વચ્ચે અંદાજે ૮ વર્ષનો તફાવત છે.

બાદશાહ અને ઈશાની મુલાકાત ૨૦૨૨માં એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં થઈ હતી. રિપોર્ટ મુજબ ત્યાંથી જ બન્ને વચ્ચે નિકટતા વધવા લાગી હતી અને તેઓ સંગીત અને ફિલ્મોમાં સમાન રસને કારણે એકબીજા સાથે જોડાયાં હતાં.

બાદશાહનાં આ બીજાં લગ્ન છે. તે પહેલાં જાસ્મિન મસીહ સાથે લગ્ન કરી ચૂક્યો છે. બન્નેએ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૭માં દીકરીના પેરન્ટ્સ પણ બન્યાં હતાં. આ પછી ૨૦૨૦માં બન્ને અલગ થઈ ગયાં હતાં. હાલ જાસ્મિન પોતાની દીકરી સાથે લંડનમાં રહે છે.   

badshah celebrity wedding entertainment news bollywood bollywood news