લાલબાગચા રાજાનાં દર્શન કર્યા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખુલ્લા પગે

16 September, 2026 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની આગામી ફિલ્મ ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટની પ્રોડ્યુસર એકતા કપૂર પણ હતી સાથે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને એકતા કપૂર

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ’ પચીસ સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે તમન્ના ભાટિયા જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ પહેલાં સિદ્ધાર્થે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમ્યાન પ્રસિદ્ધ લાલબાગચા રાજા પંડાલમાં પહોંચીને ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા અને પૂજા-અર્ચના કરીને ટ્રેલર-લૉન્ચ પહેલાં સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ સમયે તેની સાથે ફિલ્મની નિર્માતા એકતા કપૂર પણ હાજર હતી. આ દર્શન સમયે બન્નેએ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને સિદ્ધાર્થ તો ખુલ્લા પગે જોવા મળ્યો હતો.

‌શિલ્પા શેટ્ટીએ વાજતેગાજતે ‌વિદાય આપી બાપ્પાને

શિલ્પા શેટ્ટીએ ગઈ કાલે જુહુના પોતાના બંગલામાં જ દોઢ ‌દિવસના ગણપ‌તિબાપ્પાની મૂ‌ર્તિનું ‌વિસર્જન કર્યું હતું. ‌વિસર્જન પહેલાં તેણે દીકરી સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. 

sidharth malhotra ekta kapoor tamanna bhatia ganesh chaturthi upcoming movie indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood