સિદ્ધાર્થ મલ્હોત્રા મારા કરતાં વધુ ઍડ્વાન્સ છે : કિયારા અડવાણી

15 August, 2023 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિયારા અડવાણી તેના હસબન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાને પોતાના કરતાં વધુ ઍડ્વાન્સ માને છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

કિયારા અડવાણી તેના હસબન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાને પોતાના કરતાં વધુ ઍડ્વાન્સ માને છે. આ વર્ષે બન્નેએ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યાં હતાં. ૩૧ જુલાઈએ કિયારાનો 
બર્થ-ડે હોવાથી બન્ને ઇટલી ફરવા ગયાં હતાં. બન્નેને હરવું ફરવું ખૂબ ગમે છે. કિયારાને પૂછવામાં આવ્યું હતું કે ફરવા માટેનું ડેસ્ટિનેશન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. એનો જવાબ આપતાં કિયારાએ કહ્યું કે ‘સારી વાત એ છે કે અમને બન્નેને ટ્રાવેલિંગ પસંદ છે. એથી કોઈ સ્થળની પસંદગી કરવાનું અઘરું નથી લાગતું.’
ઇટલીના અમાલ્ફી કોસ્ટના સ્વિમિંગના વિડિયો વિશે કિયારાએ જણાવ્યું કે તેઓ બન્ને સ્વિમિંગમાં નિપુણ છે. સિદ્ધાર્થને ડાઇવ અને સ્વિમિંગ કરવું ગમે છે. જોકે સિદ્ધાર્થ વિશે કિયારાએ કહ્યું કે તે મારા કરતાં પણ વધુ ઍડ્વાન્સ છે. 
કિયારાને પાણી પ્રત્યે ખૂબ પ્રેમ છે. એ બદલ કિયારાએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે હું પાણી જેવી જ છું. તમે મને જે પણ વસ્તુમાં નાખશો તો હું એના જેવો આકાર લઈશ. હું જ્યારે પાણીમાં હોઉં તો મને આવું જ કનેક્શન લાગે છે.’
કિયારાની ‘સત્યપ્રેમ કી કથા’ થોડા ​સમય પહેલાં રિલીઝ થઈ છે અને લોકોને એ ફિલ્મ ખૂબ ગમી હતી. તે હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે ‘વૉર 2’માં પણ જોવા મળશે એવી ચર્ચા છે. સાથે જ રામચરણ સાથે ‘ગેમ ચેન્જર’માં દેખાવાની છે. તેને વધુમાં એવું પણ પૂછવામાં આવ્યું હતું કે એક ઍક્ટર તરીકે કામ કરતી વખતે ટૉપ પર રહેવા માટે મેન્ટાલિટી જાળવી રાખવી અઘરી લાગે છે? એનો જવાબ આપતાં કિયારાએ કહ્યું કે ‘તમે જ્યારે ટૉપ પર પહોંચવા માટે આગળ વધો છો ત્યારે એ સરળ હોય છે, પરંતુ તમે જ્યારે ત્યાં પહોંચી જાઓ છો તો તમારે સતત હિટ​ ફિલ્મો આપવી પડે છે. એ વખતે ટકી રહેવું પડકારજનક લાગે છે.’

bollywood news sidharth malhotra kiara advani entertainment news