પ્રેગ્નન્ટ પત્ની કિઆરાને સિદ્ધાર્થે ગિફ્ટ કરી મોંઘીદાટ કાર

26 April, 2025 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ અને કિઆરા પોતાના પહેલા બાળકને આવકારવા માટે આગોતરી તૈયારી કરી રહ્યાં છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી તેમ જ કાર

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી નજીકના ભવિષ્યમાં મમ્મી-પપ્પા બનવાનાં છે. આ બન્ને પોતાની નવી જર્ની માટે બહુ ઉત્સાહી છે અને ખુશખુશાલ સિદ્ધાર્થે પોતાની પ્રેગ્નન્ટ પત્ની કિઆરાને ગિફ્ટમાં મોંઘીદાટ ટૉયોટા વેલફાયર કાર ગિફ્ટ કરી છે. બૉલીવુડમાં આ લક્ઝરી કાર અત્યારે અજય દેવગન, અનિલ કપૂર, ઐશ્વર્યા રાય, ક્રિતી સૅનન, અક્ષયકુમાર અને આમિર ખાન જેવા સ્ટાર્સ પાસે જ છે અને એની કિંમત ૧.૧૨ કરોડ રૂપિયા છે.

સિદ્ધાર્થ અને કિઆરા પોતાના પહેલા બાળકને આવકારવા માટે આગોતરી તૈયારી કરી રહ્યાં છે. તેમણે હાલમાં કરોડ રૂપિયાની કાર ફરીદી છે અને આ પહેલાં તેમણે નવું ઘર પણ ખરીદ્યું છે જેનું ઇન્ટીરિયર ડેકોરેશન ગૌરી ખાન કરી રહી છે. સિદ્ધાર્થ અને કિઆરાનું પ્લાનિંગ બાળકનો ઉછેર આ નવા ઘરમાં જ કરવાનો છે. 

kiara advani sidharth malhotra bollywood news bollywood gossips bollywood entertainment news