10 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ શૅર કરેલી તસવીર
બૉલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની આગામી ફૉક થ્રિલર ફિલ્મ VVAN: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટનું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. અભિનેતાએ આજે ઇન્સ્ટાગ્રામ પર બિહાઇન્ડ-ધ-સીનની તસવીરો શૅર કરી, જેનાથી ચાહકોમાં અને આખી બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ.
તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, સિદ્ધાર્થે ફિલ્મના ક્લેપબોર્ડનો ક્લોઝ-અપ શેર કર્યો, જેમાં VVAN શીર્ષક, દ્રશ્ય અને શૉટની વિગતો અને શૂટિંગ તારીખ, 9 જૂન 2025, ફિલ્માંકનના પ્રથમ દિવસનો ખુલાસો થયો. શીર્ષકની રહસ્યમય ડિઝાઇન જંગલથી પ્રેરિત વાર્તા તરફ સંકેત આપે છે, જે ફિલ્મના સસ્પેન્સ અને રુચિમાં વધારો કરે છે.
VVAN: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાનું પ્રથમ ઓન-સ્ક્રીન કૉલેબ છે. દીપક મિશ્રા અને અરુણાભ કુમાર દ્વારા દિગ્દર્શિત અને શોભા કપૂર, એકતા આર કપૂર અને અરુણાભ કુમાર દ્વારા નિર્મિત, આ ફિલ્મ બાલાજી મૉશન પિચર્સ અને ધ વાયરલ ફીવર (TVF) નું સંયુક્ત સાહસ છે.
ફિલ્મ ‘VVAN: VVAN: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ મધ્ય ભારતના ઘન જંગલોમાં સેટ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતીય લોકકથાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં ગુપ્ત મંદિરો અને પ્રકૃતિમાં છુપાયેલા રહસ્યો બતાવવામાં આવશે. ફિલ્મની શૂટિંગ વાસ્તવિક જંગલોમાં થઈ રહી છે, જેથી દર્શકોને એક જુદો જ અનુભવ મળશે. આ રીતે દર્શકોને એવુ લાગશે કે તેઓ પણ ફિલ્મની દુનિયામાં સામેલ છે. VVAN ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી કથા રજૂ કરશે. ફિલ્મમાં જે મંદિરો અને વન દર્શાવાયા છે, એ માત્ર સેટ નથી, પણ ભારતીય વારસાનો ભાગ છે. આ ફિલ્મ કથા અને દર્શન બંને રીતે લોકોના મનને સ્પર્શ કરશે. VVAN એક એવી યાત્રા છે જેમાં રોમાંચ, લોકકથા અને કુદરતનો અદભુત મેળ જોવા મળશે.
`VVAN: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ` 15 મે 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ વર્ષ 2026ની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંથી એક બની છે. `VVAN` માત્ર એક ફિલ્મ જ નહીં પણ, એક એવી કથા છે જે દર્શકોને પ્રાચીન ભારતની લોકકથાઓ અને રહસ્યમય જંગલોના ગાઢ અનુભવ તરફ લઈ જાય છે. ફિલ્મમાં જંગલોની મહત્તા, દંતકથાઓ, ગુપ્ત મંદિરો અને પ્રકૃતિની અંદર છુપાયેલ રહસ્યોને ઉત્સુકતાભર્યા અને રોમાંચક અંદાજમાં રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની શૂટિંગ વાસ્તવિક જંગલોમાં થઈ છે, જેનાથી દર્શકોને ફિલ્મ દ્વારા રિયલ-લાઇફ એક્સપિરિયન્સ મળશે. દર્શકોને લાગશે કે તેઓ પોતે જ કથાના ભાગ છે. `VVAN`માં દમદાર અભિનય અને ભારતીય પૌરાણિક વારસાની ઝાંખી જોવા મળશે. ફિલ્મની દૃશ્ય રચના, સંગીત અને સંવાદ પણ તેને વિશેષ બનાવે છે. દર વર્ષે કંઈક નવું અને અનુપમ જોવા ઈચ્છતા દર્શકો માટે `VVAN: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ` એક ખાસ અનુભવ સાબિત થઈ શકે છે.