ઑક્ટોબરમાં ડેબ્યુ કરશે પલક તિવારી

22 September, 2021 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્વેતા તિવારીની દીકરીએ આ ફિલ્મમાં અરબાઝ ખાન સાથે કામ કર્યું છે

પલક તિવારી અને શ્વેતા તિવારી

શ્વેતા તિવારીની દીકરી પલકની ડેબ્યુ ફિલ્મ હવે ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. ‘રોઝી – ધ સૅફ્રન ચૅપ્ટર’માં તેની સાથે અરબાઝ ખાન પણ છે. આ ફિલ્મને પ્રેરણા વી. અરોરાએ પ્રોડ્યુસ કરી છે. વિશાલ રંજન મિશ્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વિશે પ્રેરણાએ કહ્યું હતું કે ‘અમને એ જણાવતાં ખુશી થાય છે કે ‘રોઝી – ધ સૅફ્રન ચૅપ્ટર’ને ઑક્ટોબરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી એ સત્યઘટના પરથી આધારિત છે જે નોએડામાં થઈ હતી. આ ફિલ્મમાં અમારું મુખ્ય ફોકસ અકાલ મૃત્યુ પર છે. આ ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ જ પસંદ પડ્યું છે અને ફિલ્મને દર્શકો કેવો પ્રતિભાવ આપશે એ જોવા માટે અમે આતુર છીએ.’

entertainment news bollywood bollywood news upcoming movie shweta tiwari arbaaz khan