રણબીર કપૂર સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છે શ્રદ્ધા કપૂર

22 January, 2020 01:41 PM IST  |  Mumbai

રણબીર કપૂર સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છે શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ડિરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કરવાને લઈને શ્રદ્ધા કપૂર ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યુ. હાલમાં શ્રદ્ધા ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નાં પ્રમોશનમાં બિઝી છે. વરુણ ધવન સાથેની આ ફિલ્મ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. રણબીર સાથેની ફિલ્મને લઈને શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘હું લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કરવાની છું. મને લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ખૂબ પસંદ છે. હું રણબીર સાથે કામ કરવા માટે ખૂબ આતૂર છું. અમારી જનરેશનનો તે બેસ્ટ ઍક્ટર છે. મને તેનું કામ ગમે છે. જોકે આ અગાઉ કદી પણ મને રણબીરની સાથે કામ કરવાની તક નહોતી મળી. હું આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છું. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની રિલીઝ બાદ હું આ ફિલ્મ માટે તૈયારી શરૂ કરવાની છું.’

આ પણ વાંચો : તાહિરા કશ્યપને જન્મદિવસની શુભેચ્છા આપતા આયુષ્માન ખુરાનાએ કહ્યું...

ટાઇગર શ્રોફ સાથે શ્રદ્ધા ‘બાગી 3’માં પણ જોવા મળવાની છે. સાથે જ ‘સ્ત્રી 2’ પણ બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે એ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી મળી. આ બન્ને ફિલ્મો વિશે શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘હું ‘બાગી 3’ને લઈને ખૂબ એક્સાઇટેડ છું. જોકે ‘સ્ત્રી 2’ વિશે કંઈ માહિતી નથી. આશા રાખું છું કે મને આ ફિલ્મમાં કામ કરવા મળે. ફિલ્મોની ફ્રેન્ચાઇઝીમાં કામ કરવુ સરળ નથી હોતું. મેં ‘રૉક ઑન 2’ કરી હતી અને તે સફળ થઈ શકી નહીં. એને લઈને અસમંજસતા હોય છે. ફ્રેન્ચાઇઝીને જોવા માટે લોકો આતૂર હોય છે એ તમે જાણો છો. જોકે એ કેવી રહેશે એ વિશે કંઈ કહી શકાય એમ નથી. કોઈ એ ના કહી શકે કે એનું પરિણામ શું આવશે.’

shraddha kapoor ranbir kapoor