પોણાબે લાખનો ડિઝાઇનર ડ્રેસ પહેરીને શ્રદ્ધા કપૂરે માણી અનલિમિટેડ અમદાવાદી પાણીપૂરી

26 February, 2025 07:07 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાણીપૂરી ખાતી પોતાની તસવીર શૅર કરી હતી

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરની સફળતા ગાડી પૂરપાટ દોડી રહી છે ત્યારે હાલ તેણે અમદાવાદ ખાતે એક લગ્નના ફૂડ-કાઉન્ટર પર અનલિમિટેડ પાણીપૂરી ખાવાની મજા માણી હતી. આ ફંક્શનમાં શ્રદ્ધા ડિઝાઇન અનીતા ડોંગરેના પોણાબે લાખ રૂપિયાના ડિઝાઇનર આઉટફિટમાં બહુ સુંદર લાગી રહી હતી.

શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાણીપૂરી ખાતી પોતાની તસવીર શૅર કરીને કમેન્ટ કરી કે ‘ગણવાનું ભૂલી ગઈ, પણ પછી યાદ આવ્યું કે લગ્નમાં તો અનલિમિટેડ પાણીપૂરી હોય છે.’

shraddha kapoor ahmedabad bollywood buzz bollywood news bollywood entertainment news