12 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર પોતાની ઍક્ટિંગ-સ્કિલ અને આકર્ષક લુક માટે જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. શ્રદ્ધાની ફિટનેસ અને ટોન્ડ બૉડી તેને આકર્ષક પર્સનાલિટી આપે છે. પોતાની ફિટનેસ જાળવવા માટે શ્રદ્ધા પૈસાની સામે નથી જોતી.
મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાની ફિટનેસ-ટ્રેઇનર સિન્ડી જૉર્ડન છે. સિન્ડી અન્ય બૉલીવુડ-સ્ટાર્સ તેમ જ જૅકલિન ફર્નાન્ડિસ સાથે કામ કરે છે અને તેની ઇન્ટેન્સ વર્કઆઉટ શૈલી માટે જાણીતી છે. રિપોર્ટ પ્રમાણે શ્રદ્ધા ફિટનેસ-ટ્રેઇનર સિન્ડીને મહિને ૩૦,૦૦૦ રૂપિયા ફી આપે છે જે તેની ફિટનેસયાત્રા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
શ્રદ્ધાનું વર્કઆઉટ રૂટીન સ્ટ્રેંગ્થ, એન્ડ્યુરન્સ, મોબિલિટી, ફ્લેક્સિબિલિટી અને બૅલૅન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના વર્કઆઉટમાં બોસુ બૉલ, પિલાટેઝ, શૉર્ટ એક્સપ્લોઝિવ સ્પ્રિન્ટ્સ, સાઇડ રન, બર્પીઝ અને અન્ય એક્સરસાઇઝનો સમાવેશ છે. શ્રદ્ધા ડાન્સને પણ તેના કાર્ડિયો વર્કઆઉટનો ભાગ બનાવે છે અને રોજ એક-બે કલાક ડાન્સ કરે છે.