‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું થયું

18 September, 2021 01:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે

આમિર ખાન

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. એ ક્રિસમસમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને આમિર ખાન, વાયકૉમ 18 અને પૅરેમાઉન્ટ પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે. ઘણા સમયથી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનથી ફિલ્મના શૂટિંગ પર પણ અસર પડી હતી. આ ફિલ્મનું શૂટિંગ લદાખમાં પણ કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યુ હતું. એમાં કરીના પણ જોડાઈ હતી. ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદને ‘લાલ સિંહ ચઢ્ઢા’ને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ટીમે સેલિબ્રેશન કર્યું હતું.

entertainment news bollywood news aamir khan