‘કભી ઈદ કભી દિવાલી’નાં શૂટિંગની ધમાકેદાર શરૂઆત

14 May, 2022 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાજિદ નડિયાદવાલા સાથે થયેલા મતભેદ બાદ હવે આ ફિલ્મને સલમાન પ્રોડ્યુસ કરવાનો છે. તો ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. ફિલ્મમાં કેટલીક વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.

સલમાન ખાન

સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નાં શૂટિંગની શરૂઆત ઍક્શન સીક્વન્સ સાથે કરી છે. વિલે પાર્લેમાં ગુરુવારે બપોરથી શરૂ થયેલુ શૂટિંગ છેક રાતે પૂરું થયું હતું. એના માટે ખાસ મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં ૧૦ દિવસો સુધી શૂટિંગ થવાનું છે. સ્ટન્ટ્સને સાઉથની ટીમ ડિઝાઇન કરવાની છે. ત્યાર બાદ બાંદરાના મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે. વિદેશમાં પણ ફિલ્મનું શૂટિંગ થવાનું છે. સાજિદ નડિયાદવાલા સાથે થયેલા મતભેદ બાદ હવે આ ફિલ્મને સલમાન પ્રોડ્યુસ કરવાનો છે. તો ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. ફિલ્મમાં કેટલીક વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વર્ષે ૩૦ ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે.

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan