જોઈ લો સત્યવતીને

23 March, 2023 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૭૦માં બેન્ગલૉરમાં ઘટેલી એક ઘટના પર ફિલ્મની સ્ટોરી આધારિત છે

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેની આગામી ​કન્નડ ફિલ્મ ‘KD - ધ ડેવિલ’નો પોતાનો લુક શૅર કર્યો છે. એ ફિલ્મમાં તે સત્યવતીના રોલમાં દેખાવાની છે. લગભગ ૧૮ વર્ષ બાદ તે કન્નડ ફિલ્મમાં પાછી એન્ટ્રી કરી રહી છે. ‘KD - ધ ડેવિલ’ ઍક્શનથી ભરપૂર ગૅન્ગસ્ટર ફિલ્મ છે. ૧૯૭૦માં બેન્ગલૉરમાં ઘટેલી એક ઘટના પર ફિલ્મની સ્ટોરી આધારિત છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, ધ્રુવ સરજા અને વી. રવિચન્દ્રન અગત્યના રોલમાં દેખાશે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘ઉગાદી અને ગુઢીપાડવાની હાર્દિક શુભેચ્છા. નવી શરૂઆતના પાવન દિવસે તમારા સૌની સાથે મારું નવું કૅરૅક્ટર શૅર કરવા માટે ઉત્સુક છું. ‘KD’ની યુદ્ધભૂમિ પર સત્યવતી તરીકે મેં પ્રવેશ કર્યો છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood shilpa shetty