શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ફૅમિલી કોવિડ પૉઝિટિવ

08 May, 2021 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનો એકલીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ફૅમિલી કોવિડ પૉઝિટિવ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરે તેના સિવાય દરેક વ્યક્તિ કોરોના પૉઝિટિવ આવ્યા છે. તેણે આ સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપ્યા છે. તેનો પતિ રાજ, બાળકો શમિશા અને વિઆન તેમ જ મમ્મી સુનંદાની સાથે સાસુ-સસરા પણ પૉઝિટિવ છે. આ વિશે જણાવતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘છેલ્લા દસ દિવસ મારી ફેમિલી માટે ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા છે. મારાં સાસુ-સસરા, સમિશા, વિઆન-રાજ, મમ્મી અને રાજ પણ કોરોના પૉઝિટિવ છે. ઑફિશ્યલ ગાઇડલાઇન્સ મુજબ તેઓ દરેક તેમની રૂમમાં આઇસોલેટેડ છે અને ડૉક્ટર્સની ઍડ્વાઇઝ લઈ રહ્યાં છે. અમારા ઘરમાં કામ કરતા સ્ટાફમાં બે મેમ્બર્સ પણ પૉઝિટિવ છે અને તેમને મેડિકલ ફૅસિલિટીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ભગવાનની કૃપાથી દરેક જણ રિકવર થઈ રહ્યું છે. મારી ટેસ્ટ નેગેટિવ આવી છે. પ્રોટોકૉલને આધારે સેફ્ટીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. તમારી પ્રાર્થનામાં અમને પણ યાદ રાખજો. માસ્ક પહેરો. સૅનિટાઇઝ કરો અને સેફ રહો. કોવિડ પૉઝિટિવ હો કે નહીં, પરંતુ મેન્ટલી પૉઝિટિવ રહો.’

bollywood news bollywood bollywood gossips shilpa shetty coronavirus covid19