Happy Janmashtami: શિલ્પા શેટ્ટીના પુત્ર વિયાને ફોડી દહીહાંડી,જુઓ ફોટોઝ

24 August, 2019 05:15 PM IST  | 

Happy Janmashtami: શિલ્પા શેટ્ટીના પુત્ર વિયાને ફોડી દહીહાંડી,જુઓ ફોટોઝ

દેશભરમાં શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી હર્ષોલ્લાસથી થઇ રહી છે. ત્યારે તમામ ક્ષેત્રના લોકો પોત પોતાની રીતે કાન્હાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જેમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવ્યો. શિલ્પાના પુત્ર વિયાને દહી હાંડી તોડીને તહેવારની ઉજવણી કરી. દહી હાંડીના વીડિયો શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા જેમાં વિયાન મટકી ફોડી રહ્યો છે.

તમે વીડિયોમાં જોઇ શકો છો કે પુત્ર વિયાનને માતા શિલ્પા અને પિતા રાજ કુન્દ્રા મોટીવેટ કરી રહી છે. વીડિયો શૅર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું હતું કે, મારો નાનો કૃષ્ણ જન્માષ્ટમી સેલિબ્રેટ કરી રહ્યો છે. અમારા ઘરમાં જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવ્યો. વિયાન દહી હાંડી ફોડી રહ્યો છે. આ વખતે પહેલા કરતા સારી રીતે મટકી ફોડી રહ્યો છે. બધાને જન્માષ્ટમીને શુભેચ્છાઓ. ઉલ્લેખનીય છે કે,શિલ્પા શેટ્ટી તેના પુત્ર વિયાનને ભારતીય તહેવારોમાં જોર-શોરથી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. શિલ્પા શેટ્ટી ઘણીવાર ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે જે વાઈરલ થાય છે.

આ પણ વાંચો: આ એક્ટ્રેસને લાગતી હતી સલમાન ખાનની એક્ટિંગ બકવાસ

શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો છેલ્લે સની દેઓલ અને બોબી દેઓલ સાથે 'અપને' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી શિલ્પા 13 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર પરત ફરી રહી છે. શિલ્પા શેટ્ટી 'નિકમ્મા' ફિલ્મ સાથે આવી રહી છે. ફિલ્મમાં તેની સાથે ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દસાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિક્કમા સિવાય શિલ્પા શેટ્ટી ડાન્સ રિયાલિટી શૉને પણ જજ કરતી જોવા મળશે.

shilpa shetty janmashtami gujarati mid-day