13 November, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્વરી પ્રમોશન માટે લોકપ્રિય સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ : લેજન્ડ્સ રિટર્ન’ના સ્પેશ્યલ એપિસોડના શૂટિંગ માટે પહોંચી હતી
શર્વરી ૨૭ નવેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં શર્વરી પ્રમોશન માટે લોકપ્રિય સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ : લેજન્ડ્સ રિટર્ન’ના સ્પેશ્યલ એપિસોડના શૂટિંગ માટે પહોંચી હતી. આ સમયે શર્વરીએ ૨.૮૫ લાખ રૂપિયાની કિંમતનો પીચ રંગનો ગરારા સેટ પહેર્યો હતો. આ આઉટફિટમાં પરંપરાગત ઝરદોઝી વર્ક અને આધુનિક ડિઝાઇનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો અને તેના આ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શર્વરીએ સોશ્યલ મીડિયા પર ‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પરથી કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો સાથે તેણે લખ્યું હતું કે ‘લેજન્ડ્સ અને મધુર સંગીતની કંપનીમાં. ગીતો ગાતાં-ગાતાં (મારા કિસ્સામાં ડાન્સ કરતાં) ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છીએ.’