‘ગુલમોહર’ દ્વારા કમબૅક કરશે શર્મિલા ટાગોર

11 May, 2022 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શર્મિલા ટાગોર હવે અગિયાર વર્ષ બાદ કમબૅક કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ તેમણે હાલમાં જ પૂરું કર્યું છે.

શર્મિલા ટાગોર


શર્મિલા ટાગોર હવે અગિયાર વર્ષ બાદ કમબૅક કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ તેમણે હાલમાં જ પૂરું કર્યું છે. રાહુલ ચિત્તેલ્લા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેમની સાથે મનોજ બાજપાઈ, સિમરન સિંહ બગ્ગા, અમોલ પાલેકર અને સૂરજ શર્માએ કામ કર્યું છે જેને ઑગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ઘણી જનરેશનની બત્રા ફૅમિલીની વાત કરવામાં આવી છે જે ૩૪ વર્ષ બાદ તેમના ફૅમિલી હોમને છોડવાની હોય છે. આ વિશે વાત કરતાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે ‘એક લાંબા સમયના બ્રેક બાદ હું એક ફેમિલિયર અને સારી ફિલ્મના સેટ પર હાજર રહી હતી એની મને ખુશી છે. આ સ્ટોરીને ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે અને એથી એનું નરેશન જ્યારે મને કરવામાં આવ્યું કે મેં તરત જ ‘ગુલમોહર’ માટે હા પાડી દીધી હતી. આ ખૂબ જ સારી ફૅમિલી ડ્રામા છે. મને ખાતરી છે કે લોકોને તેમના પ્રિયજનો સાથે આ ફિલ્મ જોવાનું પસંદ પડશે.’

bollywood news entertainment news