શાહિદે ફી ઘટાડતાં ફિલ્મ ફરી પાટા પર

21 October, 2022 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ માટે શાહિદે ૩૦ કરોડ રૂપિયા ફી માગી હતી

શાહિદ કપૂર

રોબોટની સ્ટોરી દેખાડતી શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ફિલ્મ ફરી પાટા પર આવી ગઈ છે. અગાઉ એવી ચર્ચા હતી કે બજેટને કારણે આ ફિલ્મને હાલપૂરતી બંધ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે શાહિદે ૩૦ કરોડ રૂપિયા ફી માગી હતી. જોકે બાદમાં શાહિદે પોતાની ફી ઘટાડતાં ૧૪ કરોડ કરી હતી. એથી હવે ફરીથી આ રોમૅન્ટિક-કૉમેડી પર કામ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને અમિત જોશી ડિરેક્ટ કરશે. આ ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે એક વ્યક્તિ કઈ રીતે મશીનના પ્રેમમાં પડે છે. આ કન્સેપ્ટ હૉલીવુડમાં અગાઉ ‘હર’માં દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ક્રિતી રોબોટ બનશે અને તેના પ્રેમમાં શાહિદ પડે છે. ફિલ્મને લઈને હજી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood shahid kapoor kriti sanon dinesh vijan